- ભારત ઈંગ્લેન્ડ વચ્ચેની બીજી ટેસ્ટમાં પૂજારાનું સ્થાન જોખમમાં
- છેલ્લા ઘણા સમયથી ચેતેશ્વર પૂજારા છે કંગાળ ફોર્મમાં
- પૂજારાના સ્થાને હનુમા વિહારીને મળી શકે છે સ્થાન
ન્યૂઝ ડેસ્ક: ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચેની બીજી ટેસ્ટ મેચ માટે પ્લેયિંગ ઈલેવનમાં ચેતેશ્વર પૂજારાનું સ્થાન જોખમમાં છે. તેઓ છેલ્લા ઘણા સમયથી કંગાળ ફોર્મમાં હોવાથી અને પ્રથમ ટેસ્ટ મેચમાં માત્ર 4 રન બનાવ્યા હોવાથી તેમના સ્થાને 27 વર્ષીય હનુમા વિહારીને સ્થાન મળે તેવી શક્યતા છે.
હનુમા વિહારી ઓસ્ટ્રેલિયા સામે દિવાલ બનીને ઉભો રહ્યો હતો
ચેતેશ્વર પૂજારા છેલ્લા ઘણા સમયથી કંગાળ ફોર્મમાં છે. પૂજારાએ અંતિમ 18 ટેસ્ટ મેચમાં માત્ર 504 રન બનાવ્યા છે. જેની સામે 27 વર્ષીય હનુમા વિહારીએ 12 ટેસ્ટ મેચમાં 32.84ની એવરેજથી 624 રન બનાવ્યા છે. આ વર્ષની શરૂઆતમાં સિડની ખાતે યોજાયેલી ભારત ઓસ્ટ્રેલિયા વચ્ચેની ટેસ્ટ મેચમાં હનુમા વિહારી ઈજાગ્રસ્ત થયા બાદ પણ દિવાલ બનીને ઉભો રહ્યો હતો. જેના કારણે મેચ ડ્રો થઈ હતી. તે મેચમાં વિહારી બિમાર હોવા છતા ઈન્જેક્શન લઈને મેચ રમ્યો હતો અને 161 બોલમાં 23 રન મારીને અણનમ રહ્યો હતો.