- ન્યુઝીલેન્ડ સામેની શ્રેણી બાદ ઇંગ્લેન્ડના કોચ સિલ્વરવુડ વિરામ લેશે
- શ્રીલંકા અને પાકિસ્તાન સામેની મેચમાં પોલ કોલિંગવુડ અને ગ્રેહામ થોર્પ કમાન સંભાળશે
- ભારત સામેની મેચમાં સિલ્વરવુડ પરત ફરશે
લંડન: ઈંગ્લેન્ડના મુખ્ય કોચ ક્રિસ સિલ્વરવુડ ન્યુઝીલેન્ડ સામેની 2 ટેસ્ટ સિરિઝ બાદ બ્રેક લેશે અને શ્રીલંકા અને પાકિસ્તાન સામેની ક્રિકેટ શ્રેણીમાં તેના સહાયકો કાર્યભાર સંભાળશે.
શ્રીલંકા અને પાકિસ્તાન સામેની ક્રિકેટ શ્રેણીમાં તેના સહાયકો કાર્યભાર સંભાળશે
શ્રીલંકા અને ભારતના પ્રવાસ પર ઇંગ્લેન્ડની ટીમ સાથે રહેલા સિલ્વરવુડે કહ્યું કે, તેઓ ઓગસ્ટમાં ભારત સામેની ઘરેલુ ટેસ્ટ સિરીઝ પહેલા આરામ કરવા માંગે છે અને વિરામ લઈ રહ્યા છે. તેમની ગેરહાજરીમાં પોલ કોલિંગવુડ અને ગ્રેહામ થોર્પ શ્રીલંકા અને પાકિસ્તાન વિરૂદ્ધ સિરિઝ માટે કોચ તરીકેનો કાર્યભાર સંભાળશે.
આ પણ વાંચો: KKRના પૂર્વ ખેલાડી હેરી ગર્નીએ ક્રિકેટમાંથી નિવૃત્તિ લીધી
જો હું 100 ટકા ક્ષમતા સાથે કામ કરી શકતો નથી, તો તે ખેલાડીઓ અને મારા પોતાના માટે સારું નથી
સિલ્વરવુડે કહ્યું કે, "જો હું 100 ટકા ક્ષમતા સાથે કામ કરી શકતો નથી, તો તે ખેલાડીઓ અને મારા પોતાના માટે સારું નહીં હોય. થોર્પ અને કોલી દરેક શ્રેણી સંભાળશે. હું આરામ કરીને હવે પછીની સિરીઝમાં ફરી આવીશ."
ભારત સામેની મેચમાં સિલ્વરવુડ પરત ફરશે
ન્યુઝીલેન્ડ સામેની બે ઘરેલુ ટેસ્ટ શ્રેણી બાદ ઇંગ્લેન્ડ શ્રીલંકા સામે 23 જૂનથી ત્રણ ટી -20 અને ત્રણ વનડે મેચ રમશે. આ પછી 16 જુલાઇથી ત્રણ વનડે અને ત્રણ ટી 20 મેચ પાકિસ્તાન સામે રમાવાની છે. ભારત સામે પાંચ મેચની ટેસ્ટ સિરીઝ 4 ઓગસ્ટથી શરૂ થશે, જેમાં સિલ્વરવુડ પરત ફરશે.
આ પણ વાંચો: WTC ફાઈનલ અને ઈંગ્લેન્ડ પ્રવાસ માટે ભારતીય ટીમ જાહેર, જાણો ક્યા-ક્યા ખેલાડીને મળી તક