ETV Bharat / sports

Cricket world cup 2023: સેમી-ફાઇનલ અને ફાઇનલ મેચ જોવાની હોય તો આજે જ ટિકિટ બુક કરાવી લો

વર્લ્ડ કપ 2023ની સેમી ફાઈનલ અને ફાઈનલની ટિકિટ આજે લાઈવ કરવામાં આવશે. ક્રિકેટ ચાહકો માટે આજે આ છેલ્લી તક હશે. વાંચો તમે ક્યારે ટિકિટ બુક કરાવી શકો છો...

Etv BharatCricket world cup 2023
Etv BharatCricket world cup 2023
author img

By ETV Bharat Gujarati Team

Published : Nov 9, 2023, 3:45 PM IST

નવી દિલ્હીઃ વર્લ્ડ કપ 2023 હવે તેના અંતિમ તબક્કામાં છે. સેમિફાઇનલ માટે ત્રણ ટીમો નક્કી કરવામાં આવી છે. ચોથી ટીમ હજુ નક્કી થવાની બાકી છે અને આ નિર્ણય રોમાંચક મોડ પર પહોંચી ગયો છે. પાકિસ્તાન, ન્યુઝીલેન્ડ અને અફઘાનિસ્તાનની ટીમો સેમી ફાઇનલમાં પહોંચવા માટે લડશે. ન્યુઝીલેન્ડ આજે શ્રીલંકા સામે છેલ્લી મેચ રમવા જઈ રહ્યું છે. આ સાથે ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI)એ નોકઆઉટ મેચોની ટિકિટોની જાહેરાત કરી છે.

સેમીફાઈનલ ક્યારે રમાશે: જો તમને સેમી-ફાઇનલ અને ફાઇનલ મેચ જોવાની રુચિ હોય તો તમારે આજે રાત્રે 8 વાગ્યે તૈયાર રહેવું પડશે. ટિકિટનો અંતિમ સેટ આજે રાત્રે 8 વાગ્યાથી લાઈવ કરવામાં આવશે. તમને જણાવી દઈએ કે વર્લ્ડ કપની પ્રથમ સેમીફાઈનલ 15 નવેમ્બરે કોલકાતાના ઐતિહાસિક ઈડન ગાર્ડન્સમાં રમાશે. જ્યારે બીજી સેમિફાઇનલ મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં રમાશે. જો સેમીફાઈનલમાં ભારતનો મુકાબલો પાકિસ્તાન સાથે થશે તો મેચ મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં નહીં પરંતુ કોલકાતાના ઈડન ગાર્ડન્સમાં રમાશે.

ફાઇનલ મેચ 19 નવેમ્બરે: ટુર્નામેન્ટની ફાઇનલ મેચ 19 નવેમ્બરે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં 1 લાખથી વધુ દર્શકોની ક્ષમતા સાથે રમાશે.બીસીસીઆઈએ કહ્યું, 'વર્લ્ડ કપનો જાદુ અને રોમાંચ અનુભવવાની આ એક શાનદાર તક છે. નવા ચેમ્પિયનને રૂબરૂ જુઓ. ચાહકો માટે આ છેલ્લી તક હશે. પ્રથમ સેમિ-ફાઇનલ (15 નવેમ્બર), બીજી સેમિ-ફાઇનલ (16 નવેમ્બર) અને 19 નવેમ્બરે યોજાનારી સર્વ-મહત્વપૂર્ણ ફાઇનલ માટેની ટિકિટો 9 નવેમ્બરે રાત્રે 8:00 વાગ્યે સત્તાવાર વેબસાઇટ પર લાઇવ થશે. ટિકિટ બુક કરવા માટે, તમે https://tickets.cricketworldcup.com પર જઈને બુક કરી શકો છો.

ત્રણ ટીમો સેમીમાં પહોચી ચુકી છે: તમને જણાવી દઈએ કે, ભારત, દક્ષિણ આફ્રિકા અને ઓસ્ટ્રેલિયા પહેલા જ ICC ક્રિકેટ વર્લ્ડ કપના છેલ્લા તબક્કા માટે ક્વોલિફાય કરી ચૂક્યા છે. ભારત હજુ પણ વર્લ્ડ કપની સેમીફાઈનલ માટે તેની વિરોધી ટીમની રાહ જોઈ રહ્યું છે. ન્યૂઝીલેન્ડ, પાકિસ્તાન અથવા અફઘાનિસ્તાન સેમિફાઇનલમાં પ્રવેશ કરશે અને રોહિત શર્માની આગેવાની હેઠળની ભારતીય ટીમનો સામનો કરશે.

આ પણ વાંચો:

  1. ICC ODI Rankings: ભારતીય બોલરોએ ODI રેન્કિંગમાં ધૂમ મચાવી, ટોપ 10માં ચાર બોલરોનો સમાવેશ
  2. World Cup 2023: વિશ્વભરના ભૂતપૂર્વ અને વર્તમાન ક્રિકેટરોએ ગ્લેન મેક્સવેલની કરી પ્રશંસા, જાણો કોણે શું કહ્યું

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.