આ મેચમાં ભારત તરફથી શિખર ધવનને 16 ચોક્કાની મદદથી 117 રન કર્યા હતાં, જ્યારે કેપ્ટન વિરાટ કોહલીએ 82 રનની ઇનિંગ્સ ખેલી હતી. આમ, ભારતે ઓસ્ટ્રેલિયાને 353 રનો લક્ષ્યાંક આપ્યો હતો. જેનો પીછો કરતા ઓસ્ટ્રેલિયાની ટીમ 316 રને ઓલઆઉટ થઈ ગઈ હતી.
વર્લ્ડકપની 14મી મેચમાં ભારતે ઓસ્ટ્રેલિયાને 36 રને હરાવીને વર્લ્ડકપમાં પોતાની બીજી મેચ જીતી હતી. આ મેચ 353 રનનો પીછો કરતા ઓસ્ટ્રેલિયા 50 ઓવરમાં 316 રનમાં ઓલઆઉટ થયું હતું.
આમ, ભારતે વિશ્વકપમાં બીજી મેચ પણ જીતી લીધી છે. હવે ભારત ગુરુવારના રોજ ન્યુઝીલેન્ડ સામે પોતાની ત્રીજી મેચ રમશે. મહત્વનું છે કે, વિશ્વકપની એક પ્રેક્ટિસ મેચમાં ભારતને ન્યુઝીલેન્ડ સામે હારનો સામનો કરવો પડ્યો હતો.
- ઓસ્ટ્રેલિયાએ 40 ઓવરના અંતે 5 વિકેટ ગુમાવી 238 રન કર્યા
- સ્ટોઈનિસ શૂન્ય રને ભુવનેશ્વરની બોલિંગમાં બોલ્ડ થયો
- સ્ટીવ સ્મિથ ભુવનેશ્વર કુમારની બોલિંગમાં એલબીડબ્લ્યુ થયો
- સ્મિથે 70 બોલમાં 5 ચોક્કા અને 1 છગ્ગાની મદદથી 69 રન કર્યા
- ઓસ્ટ્રેલિયાએ 30 ઓવરમાં 1 વિકેટે 155 રન કર્યા
- ડેવિડ વોર્નર યૂઝવેન્દ્ર ચહલની બોલિંગમાં કેચ આઉટ થયો
- ઓસ્ટ્રેલિયાએ 20 ઓવરમાં 1 વિકેટે 99 રન કર્યા
- ઓસ્ટ્રેલિયાએ 10 ઓવરમાં વિના વિકેટે 48 રન કર્યા
- ઓસ્ટ્રેલિયાને છઠ્ઠો ઝટકો, કોહલીનો જોરદાર કેચ
- ફિન્ચ ડેવિડ વોર્નરે ફટકારેલા શોટમાં 2 રન દોડવા જતા રનઆઉટ થયો
- ભારતનો 353 રનનો લક્ષ્યાંક, ઓસ્ટ્રેલિયાને પહેલો ઝટકો, ફિન્ચ રનઆઉટ
- વર્લ્ડકપમાં બીજી વાર ભારતના ટોપ-3એ એક જ મેચમાં 350 કરતાં વધુનો સ્કોર કર્યો
- શ્રીલંકાએ 2015માં સિડની ખાતે 312 રન કર્યા હતા
- ભારત 27 સદી સાથે વર્લ્ડકપમાં સૌથી વધુ સદી ફટકારનાર ટીમ બની,
- ઓસ્ટ્રેલિયા 26 સદી સાથે બીજા સ્થાને
- કેપ્ટન કોહલીએ વનડેમાં 50મી ફિફટી ફટકારી
- કોહલીએ કપ્તાની પારી ખેલી 82 રન બનાવ્યાં
- MS ધોનીએ તોફાની બેટિંગ કરતા ઝડપી 27 રન કર્યા,
- હાર્દિક પંડ્યાએ 27 બોલમાં 4 ચોક્કા અને 3 છગ્ગાની મદદથી 48 રન કર્યા
- શિખર ધવનને 109 બોલમાં 16 ચોક્કાની મદદથી 117 રન કર્યા
- રોહિત શર્માએ 70 બોલમાં 3 ચોક્કા અને 1 છગ્ગાની મદદથી 57 રન કર્યા
- ભારતે 40 ઓવરમાં 2 વિકેટ ગુમાવી 236 રન કર્યા
- ભારતે 30 ઓવરમાં 1 વિકેટ ગુમાવી 170 રન કર્યા
- રોહિત સૌથી ઓછી 37 ઇનિંગ્સમાં 2 હજાર રન પુરા કરનાર બેટ્સમેન
- ભારતનો સ્કોર 200ને પાર, રોહિત-શિખર પેવેલિયનમાં
- ભારતને બીજો ઝટકો, ધવન સિક્સ મારવા જતા થયો આઉટ
- ધવનની વનડેમાં 17મી અને સીઝનની પહેલી સદી
- શિખર ધવને 95 બોલમાં સદી ફટકારી
- ધવનનું શાનદાર પ્રદર્શન- ઇંગ્લેન્ડમાં 19 ઇનિંગ્સમાં 1000 હજાર રન પૂરા કર્યા
- ભારતને પહેલો ઝટકો, રોહિત 57 રને આઉટ
- 20 ઓવરમાં વિના વિકેટે 111 રન કર્યા, બંને ઓપનર્સની ફિફટી
- ભારતે 10 ઓવરમાં વિના વિકેટે 41 રન કર્યા
- બંને ટીમે પોતાની ટીમમાં કોઈ ફેરફાર કર્યો નથી
- 2015ના વર્લ્ડકપ બાદ ભારત-ઓસ્ટ્રેલિયા વચ્ચે 18 વનડે, બંનેએ 9-9 મેચ જીતી
વર્લ્ડ કપની બીજી મૅચમાં ભારતનો મુકાબલો પ્રતિસ્પર્ધિ ઑસ્ટ્રેલિયા સાથે થશે. આ ટૂર્નામેન્ટમાં ઑસ્ટ્રેલિયા અને ભારત બન્ને અત્યાર સુધીના તમામ મૅચોમાં જીત મેળવી ચુક્યા છે.
ભારતને લાંબી ભાગીદારી કરવી પડશે
જો કે ભારત દક્ષિણ આફ્રિકાને લગભગ એકતરફી અંદાજમાં જ હાર આપી હતી, પણ કેટલીક જગ્યાઓ એવી છે, જ્યાં તેમને કામ કરવાની જરૂર છે. ઉદાહરણ તરીકે લાંબી ભાગીદારીઓ.
બીજી તરફ ઑસ્ટ્રેલિયાએ પાછલી મેચમાં વેસ્ટઇન્ડીઝને હરાવી હતી, જો કે તે મેચમાં જીત મેળવવા માટે તેને ઘણો સંઘર્ષ કરવો પડ્યો હતો. પણ એ સંઘર્ષે બતાવ્યું કે, કેમ ઑસ્ટ્રેલિયા થોડા જ મહિનામાં વર્લ્ડ કપમાં જીતના દાવેદારના રૂપમાં જોવામાં આવી રહી છે.
79 રનો પર પાંચ વિકેટ ખોઇ દીધા બાદ નાથન કલ્ટર નાઇલ અને સ્ટીવ સ્મિથ વચ્ચે થયેલી સદીની ભાગીદારીએ ટીમને સમ્માનજનક સ્કોર હાંસલ કર્યો હતો, પછી મિશેલ સ્ટાર્કે વિંડીઝના દિગ્ગજ ક્રિસ ગેલ તથા મુખ્ય બૅટ્સમેનના વિકેટ હાંસલ કરીને ટીમને જીત અપાવી હતી.
ભારતે પહેલી મૅચમાં ભારતીય બોલર્સે દમદાર પ્રદર્શન કર્યું હતું. શરૂઆતમાં જસપ્રીત બુમરાહે વિકેટ ઝડપી તો ભુવનેશ્વરે રન રોક્યા હતા. જે બાદ લેગ સ્પિનર યુજવેન્દ્ર ચહલે પોતાની ફીરકીના કમાલ દર્શકોને દેખાડ્યો હતો.
ઑસ્ટ્રેલિયા માટે ભારતીય બોલર ચિંતાનું એક કારણ બની રહેશે, જો કે તેને માર્ચમાં ભારતને પોતાના જ ઘરમાં પરાજીત કરી હતી. તે સમયે આ તમામ બોલર્સ ખુબ સારી રીતે રમ્યા હતા. જે તેમના માટે માનસિક મનોબળમાં વધારો કરનારૂં પરિબળ બની રહેશે.
આ મેચમાં કુલદીપ પર સૌની નજર રહેશે, પહેલી મેચમાં તેણે બોલીંગ સારી કરી હતી, પણ વિકેટ માત્ર એક હાંસલ કરી હતી.
ભારતની સામે ડેવિજ વાર્નર એક પડકાર રહેશે પણ ભારતને એ ના ભુલવું જોઇએ કે, ઑસ્ટ્રેલિયા પાસે ડેવિડ વાર્નર જેવા બેટ્સમેન પણ છે. જે ફુલ ફોર્મમાં છે. વોર્નર ભારતીય બોલર્સને પસંદ કરે છે, તેથી તેને રોકવો એ પણ એક પડકાર બની રહેશે.
તો સ્મિથ, ઉસ્માન ખ્વાજા, એલેક્સ કૈરી, ગ્લેન મેક્સવેલ અને નાથનથી પણ ભારતને બચીને રહેવું પડશે. બન્ને ટીમો પોતાની અંતિમ 1-1 માં ફેરફાર કરે તેની સંભાવના ઓછી લાગે છે.
ઑસ્ટ્રેલિયા: એરૉન ફિંચ( કેપ્ટન), જેસન બેહરનડાર્ફ, એલેક્સ કૈરી (વિકેટકીપર), નાથન કલ્ટર નાઇલ, પેટ કમિંસ, ઉસ્માન ખ્વાજા, નાથન લૉયન, શૉન માર્શ, ગ્લેન મેક્સવેલ, કેન રિચર્ડસન, સ્ટીવ સ્મિથ, મિશેલ સ્ટાર્ક, માર્કસ સ્ટોઇનિસ, ડેવિડ વાર્નર, એડમ જામ્પા.
ભારત: વિરાટ કોહલી (કેપ્ટન), જસપ્રીત બુમરાહ, યુજવેન્દ્ર ચહલ, શિખર ધવન, મહેન્દ્રસિંહ ધોની (વિકેટકીપર), રવિન્દ્ર જાડેજા, કેદાર જાધવ, દિનેશ કાર્તિક, ભુવનેશ્વર કુમાર, હાર્દિક પાંડ્યા, લોકેશ રાહુલ, મોહમ્મદ શમી, વિજય શંકર, રોહિત શર્મા, કુલદીપ યાદવ