ETV Bharat / sports

શ્રીલંકા પોલીસે 2011 વર્લ્ડકપની મેચ ફિક્સિંગની તપાસ બંધ કરી - 2011 વર્લ્ડ કપની મેચ

ભારતે જીતેલો ICC-2011 વર્લ્ડકપ ફિક્સ હતો તેવો આરોપ લાગ્યા બાદ શ્રીલંકાના પૂર્વ રાષ્ટ્રીય પસંદગી સમિતિના અધ્યક્ષ અરવિંદ ડિ સિલ્વાની પોલીસે 6 કલાક પૂછપરછ કરી હતી. પૂર્વ ખેલ પ્રધાન મહિંદાનંદ અલુથગામગેની પૂછપરછ બાદ ખબર પડી કે 2011 વર્લ્ડકપ ફાઇનલ ફિક્સ હતી અને તેમાં કેટલીક પાર્ટીનો હાથ હતો. પોલીસ અધિક્ષકે પત્રકારોને જણાવ્યું કે, "અમે આ રિપોર્ટ રમત મંત્રાલયના સચિવને મોકલી રહ્યા છીએ, જેમણે અમને આ અંગે તપાસ કરવાની સૂચના આપી હતી. તપાસ બાદ અમને આ અંગે કોઇ માહીતી નહીં મળતા આગળની તપાસ બંધ કરીએ છીએ."

શ્રીલંકા પોલીસે 2011 વર્લ્ડ કપની મેચ ફિક્સિંગની કરી તપાસ બંધ

author img

By

Published : Jul 3, 2020, 8:02 PM IST

કોલંબો: શ્રીલંકાની પોલીસે શુક્રવારે 2011 વર્લ્ડ કપ ફાઇનલમાં ભારત સામે તેમની ટીમની હાર ફિક્સ કરવાના આક્ષેપોની તપાસ બંધ કરી દીધી હતી અને કહ્યું હતું કે દિગ્ગજ ક્રિકેટર કુમાર સંગાકારા અને મહેલા જયવર્દનેના નિવેદનો નોંધ્યા પછી તેમની પાસેથી અમને કોઈ પુરાવા મળ્યા નથી.

પોલીસ અધિકારી જગત ફોંસેકાએ પત્રકારો સાથે વાત કરતાં જણાવ્યું કે, અમે 2011 વર્લ્ડકપ મેચ ફિક્સિંગના આરોપની તપાસ શરૂ કરી હતી. અરવિંદ ડી સિલ્વા દ્વારા આપવામાં આવેલા નિવેદનના આધારે અમે 2011 વર્લ્ડકપના ખેલાડી ઉપલ થરંગાને પૂછપરછ માટે બોલાવવાનો ફેંસલો લીધો છે. ફાઇનલમાં થરંગાએ ઓપનિંગમાં આવીને 20 બોલ પર માત્ર બે રન બનાવ્યા હતા.

શ્રીલંકા પોલીસે 2011 વર્લ્ડ કપની મેચ ફિક્સિંગની કરી તપાસ બંધ
શ્રીલંકા પોલીસે 2011 વર્લ્ડ કપની મેચ ફિક્સિંગની કરી તપાસ બંધ

2011ની વર્લ્ડકપ ફાઈનલમાં ભારતે શ્રીલંકાને 6 વિકેટથી હાર આપી હતી. ટૉસ જીતીને શ્રીલંકાના કેપ્ટન કુમાર સંગાકારાએ પહેલા બેટિંગ કરવાનો ફેંસલો કર્યો હતો. જયવર્ધનેની સદીના સહારે શ્રીલંકાએ 275 રનનો ટાર્ગેટ આપ્યો હતો. જેના જવાબમાં ભારતે ગંભીરના 98 અને ધોનીના અણનમ 91 રન વડે બીજી વખત વર્લ્ડકપ જીત્યો હતો.

ડી સિલ્વા શ્રીલંકાએ 1996નો વર્લ્ડકપ જીત્યો તેમાં મેન ઓફ ધ મેચ રહ્યો હતો. તેણે શ્રીલંકા તરફથી 308 વન ડેમાં 11 સદી અને 64 અડધી સદી વડે 9284 રન બનાવ્યા છે. જ્યારે 93 ટેસ્ટમાં 20 સદી અને 22 અડધી સદી વડે 6361 રન બનાવ્યા છે.

ભૂતપૂર્વ રમત પ્રધાન મહિન્દાનંદા અલુથગામાગે આરોપ લગાવ્યો હતો કે મેચ ફિક્સ થઈ હતી, જેના પગલે પોલીસની સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમ દ્વારા તપાસ શરૂ કરવામાં આવી હતી.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.