ICC વર્લ્ડ કપ 2019માં આજે વિજેતા ઓસ્ટ્રેલિયાનો સામનો શ્રીલંકા સામે હતા. ઓસ્ટ્રેલિયા આ સમયે ટેબલ પોઈન્ટમાં 2 સ્થાન પર છે. તેઓએ 4 મેચ સાથે 6 પોઈન્ટ પર છે. શ્રીલંકાની વાત કરીએ તો છેલ્લી 2 મેચ વરસાદને કારણે રદ્દ થઈ ગયા હતા. ઓસ્ટ્રેલિયા બેટિંગથી લઈને ફિલ્ડિંગ શ્રીલંકા કરતા કેટલાયે ગણી સારી છે.
આ બાબતને ઓસ્ટ્રેલિયાએ સાબિત કરી હતી તેમજ ઓસ્ટ્રેલિયાએ શ્રીલંકા સામે દિલધડક જીત મેળવી હતી. જેમાં ઓસ્ટ્રેલિયાના અરૉન ફિંચે 153ની ભાગીદારીથી શ્રીલંકાને 335 રનનું લક્ષ્ય આપ્યું હતું. જેમાં શ્રીલંકા 247 માં જ ઢેર થઈ ગઈ હતી અને ઓસ્ટ્રેલિયાએ જીત મેળવી હતી. જો મેચની વાત કરવામાં આવે તો બંને ટીમના કેપ્ટને ખુબ જ સારુ પ્રદર્શન કર્યું હતુ. પરંતુ શ્રીલંકાના કેપ્ટન દિમુથ કરુણારત્ને ટીમને જીત અપાવી શક્યા ન હોતા.
સંભવિત ટીમ
ઓસ્ટ્રેલિયા: અરૉન ફિંચ (કેપ્ટન), જેસન બેહરનડાર્ફ, અલેક્સ કૈરી (વિકેટકીપર), નાથન કલ્ટર નાઈલ, પૈટ કમિંસ, ઉસ્માન ખ્વાજા, નાથન લૉયન, શૉન માર્શ, ગ્લૈન મૈક્સવેલ, કેન રિચર્ડસન, સ્ટીવ સ્મિથ, મિશેલ સ્ટાર્ક, માર્કસ સ્ટોઈનિસ, ડેવિડ વૉર્નર, એડમ જામ્પા
શ્રીલંકા: દિમુથ કરુણારત્ને (કેપ્ટન), અવિશ્કા ફર્નાર્ડો, લાહિરુ થિરિમાને, અંજેલો મૈથ્યૂઝ, ધનંજય ડી સિલ્વા, ઈસુરુ ઉદાના, મિલિંદા શ્રીવર્દના, થિસારા પરેરા, જીવન મેંડિસ, કુશલ પરેરા (વિકેટ કીપર), કુશન મેંડિસ, જૈફ્રિ વૈંડરસે, લસિથ મલિંગા, સુરંગા લકમલ, નુવાન પ્રદીપ