ન્યૂઝીલેંન્ડે ભારત સામે 240 રનનો ટાર્ગેટ રાખ્યો હતો. પરંતુ વરસાદના કારણે બીજા દિવસે રમત શરૂ કરી હતી. જેમાં ભારતે 49.3 ઓવરમાં 221 રન બનાવી ઓલઆઉટ થઇ ગઇ હતી અને ભારત 18 રને મેચ હારી ગયું હતું.
મેચ બાદ કોહલીએ કહ્યું, " આ જીતનો હકદાર ન્યૂઝીલેંન્ડના બોલરોને જાય છે. તેઓએ નવા બોલ સાથે બોલિંગ આક્રમણ સારુ કર્યુ હતું. અમે સારૂ રમ્યા હતા અને પૂરી ટૂર્નામેન્ટમાં સારૂ પ્રદર્શન કર્યુ હતું.
ભારતે 5 રન પર ત્રણ વિકેટ ગુમાવી હતી. 92 રન પર 6 વિકેટ ગુમાવી હતી. જ્યાંથી જાડેજાએ 77 અને ધોની 50 રન સાથે ટીમને જીતની નજીક પહોંચાડી હતી. પરંતુ અંતે બાઉલ્ટે જાડેજાને અને માર્ટિન ગુપ્ટિલે ધોનીને રન આઉટ કરી ભારતને હાર તરફ ધકેલી દીધુ હતું.
જાડેજા અને ધોની પર કોહલીએ કહ્યું," જાડેજાએ ઘણી મેચમાં સારૂ પ્રદર્શન કર્યુ છે. તેમાં તેનું આજનું પ્રદર્શન ઘણુ સારૂ રહ્યું હતું. ધોનીની સાથે તેને સારી ભાગીદારી કરી હતી, પરંતુ, ફરી એકવાર અમે સહેજ માટે રહી ગયા હતાં. ધોની થોડા અંતરથી રન આઉટ થયો હતો. તમે જ્યારે ટૂર્નામેન્ટમાં સારૂ રમો અને માત્ર 45 મિનિટ ખરાબ રમી અને બહાર થઇ જાઓ ત્યારે ઘણુ દુ:ખ થાય છે.
ઉલ્લેખનીય છે કે, ભારત સતત ત્રીજી વખત સેમીફાઇનલમાં પહોંચી હતી. 2011મા જીતી પરંતુ 2015 અને 2019માં સેમીફાઇનલમા જ હારનો સામનો કરવો પડ્યો હતો.