જો કે, વિરાટ તેની ઈનિંગ્સ દરમિયાન 57 રન ફટકાર્યા બાદ વન-ડે ઈન્ટરનેશનલમાં સૌથી ઝડપી 11,000 રન ફટકારનાર પ્રથમ બેટ્સમેન બની ગયો છે. તેણે સૌથી ટૂંકા દાવમાં આ રેકોર્ડ બનાવ્યો હતો. વિરાટ વન-ડે કરીયરમાં ફક્ત 222 રન કર્યા હતા, જ્યારે તેંડૂલકરે 276 ઇનિંગ્સમાં આટલા રન બનાવ્યા હતા.
અહીં ઉલ્લેખનીય છે કે, વિરાટના નામે સૌપ્રથમથી જ સૌથી ટૂંકી ઇનિંગ્સમાં 8000, 9000 અને 10000 રન પૂર્ણ કરવા માટે વર્લ્ડ રેકોર્ડ નોંધાયેલો છે. વિરાટ કોહલી 11 હજાર રન પૂર્ણ કરનાર ભારતનો ત્રીજો અને દુનિયાનો 9 બેટ્સમેન છે. ભારત તરફથી અત્યાર સુધીમાં 11 હજાર અથવા તો તેનાથી વધુ રન ફક્ત સચિન તેંડૂલકર અને સૌરવ ગાંગુલીએ જ કર્યા છે.
વન-ડે ઈન્ટરનેશનલ: સૌથી ઓછી ઇનિંગમાં 11 હજાર રન
- વિરાટ કોહલી (ભારત): 222 ઇનિંગ
- સચિન તેંડુલકર (ભારત): 276 ઇનિંગ
- રિકી પોંટિગ (ઓસ્ટ્રેલિયા): 286 ઇનિંગ
- સૌરવ ગાંગુલી (ભારત): 288 ઇનિંગ
- જૈક કૈલિસ (દક્ષિણ આફ્રિકા): 293 ઇનિંગ