ઈંગ્લેન્ડ એડ વેલ્સમાં 30 મેથી શરૂ થનારા વિશ્વકપ માટે આંતરરાષ્ટ્રીય ક્રિકેટ પરિષદ (ICC) દ્વારા કોમેન્ટ્રી કરનારાઓની યાદી જાહેર કરી દીધી છે. આ ઉપરાંત બ્રૉડકાસ્ટ અંગેની રણનીતિ પણ તૈયાર કરી દીધી છે. આઈસીસીએ ગુરૂવારે એક નિવેદન રજૂ કરી આ અંગે જાણકારી આપી હતી.
આ યાદીમાં ભારતમાંથી સૌરભ ગાંગુલી, સંજય માંજરેકર અને હર્ષા ભોગલેએ કોમેન્ટ્રી પેનલમાં સ્થાન મેળવ્યું છે. ઓસ્ટ્રેલિયા અને ન્યુઝીલેન્ડના વડપણ હેઠળ યોજાયેલા છેલ્લા વિશ્વકપમાં ઓસ્ટ્રેલિયાને પાંચમીવાર વિશ્વકપ અપાવનાર કેપ્ટન માઈકલ ક્લાર્ક પણ આ વખતે કોમેન્ટ્રી કરતા જોવા મળશે.
આ ઉપરાંત પૂર્વ દિગ્ગજ ખેલાડીઓ માઈકલ સ્લેટર, માર્ક નિકોલસ, નાસીર હુસૈન, ઈયાન વિશપ, મેલેની જોંસ, કુમાર સંગાકારા, માઈકલ એથકટન, એલિસન મિશેલ, બ્રેડન મૈક્કલમ, ગ્રીમ સ્મિખ અને વસીમ અકરમ જેવા મોટા નામોનો સમાવેશ કરાયો છે.
જો કે, આ યાદી અહીં જ પૂર્ણ નથી થતી. શૉન પોલક, માઈકલ હોલ્ડિંગ, ઈશા ગુહા, પોમી માંગ્વા, સાઈમન ડાઉલ, ઈયાન સ્મિથ, રમીઝ રાજા, અથર અલી ખાન અને ઈયાન વાર્ડના નામનો પણ સમાવેશ કરાયો છે.