આ ઘટના પર ICCએ કહ્યું કે, આ બીજી વાર થયું તેના પર અમે દુઃખ વ્યક્ત કરીએ છીએ, અમે ICC વર્લ્ડ કપમાં કોઇ પણ રાજનીતીના લગતા સંદેશને અણદેખી કરી શકતા નથી. આ ટુર્નામેન્ટ દરમિયાન અમે પોલીસને સાથે રાખી કાર્ય કર્યુ છે, જેથી આ પ્રકારના વિરોધને રોકી શકાય. પહેલી ઘટના બાદ વેસ્ક યાર્કશાયર પોલીસએ અમને આશ્વાસન આપ્યું હતું કે, આવી ઘટના બીજીવાર નહી બને પણ આ ફરીવાર થવાથી અમે નિરાશ છીએ.
આ પહેલા પણ પાકિસ્તાન અને અફઘાનિસ્તાન વચ્ચે રમાયેલી મૅચમાં સ્ટેડિયમ ઉપરથી એક પ્લેન પસાર થયું હતું અને તેના પર બેનર લટકાવીને લખ્યું હતું કે, "બલૂચિસ્તાન માટે ન્યાય"
29 જૂનના રોજ બનેલી ઘટના બાદ ICCએ જણાવ્યું હતુ કે, અમે ICC વર્લ્ડકપ રાજનીતિના સંદેશની અનદેખી કરી શકીએ નહીં અને અમે વેસ્ટ યૉર્કશાયર પોલીસને સાથે રાખી આ ઘટનાની જાણકારી મેળવી રહ્યા છે. અને સમજવાની કોશીશ કરી રહ્યા છીએ કે આ પ્રકારની ઘટના કેમ થઇ રહી છે, અને અમે કોશીશ કરીશુ કે આ પ્રકારની ઘટના બીજી વાર ન થાય.