પ્રથમ T-20માં ભારતીય મહિલા ટીમે દક્ષિણ આફ્રિકાને 11 રનને હરાવ્યું હતું. દિપ્તી શર્માએ શાનદાર બોલિંગ કરતા ભારતને જીત અપાવી હતી. ભારતને દિપ્તી શર્મા અને સ્મૃતિ મંધાના જેવાં ખેલાડીઓના સારા પ્રદર્શનની આશા છે.
ઉલ્લેખનીય છે કે, 5 T-20 મેચની સીરિઝમાં ભારત 1-0થી આગળ છે. ભારતીય સમય પ્રમાણે સાંજે 7 કલાકેથી મેચનું જીવંત પ્રસારણ શરૂ થશે. ભારતીય મહિલા ટીમ આ સીરિઝમાં લય મેળવીને આગામી વર્ષે યોજાનારા T-20 વિશ્વ કપમાં સારા પ્રદર્શનની આશા છે.