સાઉથૈમ્પટનઃ વેસ્ટઇન્ડિઝના પૂર્વ કેપ્ટન બ્રાયન લારાએ કહ્યું કે બુધવારથી એસેઝ બાઉલ મેદાન પર શરૂ થઇ રહેલી પ્રથમ ટેસ્ટ મેચમાં જેસન હોલ્ડરની ટીમે મેચને ચાર દિવસમાં જ પુરો કરવો પડશે. કારણ કે જો મેચ પાંચમાં દિવસ સુધી લંબાશે તો યજમાન ઇંગ્લેન્ડ તેનો ભરપુર ફાયદો ઉઠાવશે.
બન્ને ટીમો વચ્ચે ત્રણ મેચની સીરીઝનો પ્રથમ મેચ બુધવારથી શરૂ થઇ રહી છે અને તે સાથે જ કોરોના વાઇરસના કારણે માર્ચથી બંધ રહેલી આંતરરાષ્ટ્રીય ક્રિકેટ મેચની ફરી વાપસી થઇ રહી છે.
લારાને ઇંગ્લેન્ડ જીતની પ્રબળ દાવેદાર લાગી રહી છે. જોકે તેમણે વેસ્ટઇન્ડીઝના ખેલાડીઓને સલાહ સુચનાઓ આપી હતી. એક ન્યુઝ એજન્સીએ લારા તરફથી લખ્યુ કે વેસ્ટઇન્ડીઝની ટીમને તુરંત તેમના પર હાવી થવુ પડશે. ઇંગ્લેન્ડને ઘરમાં હરાવવું ઘણુ અઘરૂ છે અને તે જીતની પ્રબળ દાવેદાર છે.
તેણે કહ્યું કે તેઓએ સતત તેમના પર પ્રભુત્વ જાળવવું પડશે અને ઇંગ્લેન્ડ પર પોતાની પ્રભાવ છોડવો પડશે. મને નથી લાગતું કે તેઓ પાંચ દિવસ સુધી તકી સકશે. એટલા માટે આ મેચને ચાર દિવસમાં જ ખત્મ કરવી પડશે અને તેમણે લીડ હાંસીલ કરવી પડશે અને તેને બરકરાર રાખવી પડશે.