- સ્પિનર રવિચંન્દ્ર અશ્વિને કર્યો ખુલાસો
- સિડની મેચ દરમિયાન બની હતી ઘટના
- ઓસ્ટ્રિલાયાના ખેલાડી સાથે ભારતીય ખેલાડીને લિફ્ટમાં જવા અનુમતિ નહોતી
હૈદરાબાદઃ ભારતના અનુભવી ઓફ સ્પિનર રવિચંન્દ્ર અશ્વિને ખુલાસો કર્યો છે કે ભારતીય ખેલાડીઓને સિડની ટેસ્ટ મેચ દરમિયાન ઓસ્ટ્રેલિયાના ખેલાડીઓ સાથે લિફ્ટમાં જવાની અનુમતિ આપવામાં આવી નહોતી.
ભારતીય ટીમ તાજતેરમાં જ સમાપ્ત થયેલી ચાર મેચોની ટેસ્ટ સીરિઝમાં ઓસ્ટ્રેલિયાને તેમની જ ધરતી પર હરાવીને સ્વદેશ પરત ફરી છે.
- સિડની મેચ દરમિયાન બની હતી ઘટના
ફિલ્ડિંગ કોચ આર શ્રીધર સાથે યુટ્યુબ પર વાત કરતાં રવિચંન્દ્રન અશ્વિને જણાવ્યું હતું કે, 'અમે સિડની ગયા ત્યારે અમારા અનેક પ્રકારની પાબંધીઓ લગાવામાં આવી હતી. સિડની અમારી સાથે એખ જ અજીબ ઘટના ઘટી હતી, સાચુ કહુ તો ખુબ જ અજીબ હતી. ભારત અને ઓસ્ટ્રેલિયાના બંને બબલની અંદર હતા, આ દરમિયાન જયારે ઓસ્ટ્રેલિયાના ખેલાડી લિફ્ટમાં હોય તો ભારતીય ખેલાડીને લિફ્ટમાં જવાની અનુમતિ નહોતી આપતા.'
- ઓસ્ટ્રિલાયાના ખેલાડી સાથે ભારતીય ખેલાડીને લિફ્ટમાં જવા અનુમતિ નહોતી
તેમણે વધુમાં જણાવ્યું કે,' અમને તે સમયે આ બાબતનું ખુબ જ ખોટુ લાગ્યું હતું. અમે બધા એક જ બબલમાં હતાં. તમે લિફ્ટમાં જઈ શકો પરંતુ એક જેવા ખેલાડીઓ સાથે લિફ્ટ શેર ન કરી શકો. તે સમય ખુબ જ મુશ્કેલ લાગતો હતો. અમે બધા એક જ બબલમાં હતાં પરંતુ અમે લિફ્ટ શેર કરી શકતા નહોતા.'
આપને જાણાવી દઈએ કે ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે રમાનારી ટેસ્ટ સીરિઝ દરમિયાન ઘણી એવી ઘટનાઓ બની હતી જેનાથી બબાલ થઈ હતી. સિડની ટેસ્ટમાં જસપ્રીત બુમરાહ અને મોહમ્મદ સિરાજ પર ઓસ્ટ્રેલિયા દર્શકોએ વંશને લઈ ટિપ્પણીઓ પણ કરી હતી.