કરાચી : પાકિસ્તાન ક્રિકેટ બોર્ડને પુરો વિશ્વાસ છે કે PSLની ગત ચાર સિઝનની સરખામણીએ ચાલુ વર્ષે રમાઇ રહેલી સિઝનમાં સૌથી વધુ કમાણી કરશે. જોકે કોરોના વાઈરસના પગલે ટુર્નામેંન્ટ સ્થગિત કરવામાં આવી છે.
સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ ચાર મોટા વ્યાવસાયિક કરારોથી PCBને લાભ મળશે. જેમાં પ્રસારણ ડિજિટલ અને મિડિયા સામેલ છે. તેમજ PSLની ગત ચાર સિઝનનું આયોજન અરબ દેશમાં થતુ હોવાને પગલે પાકિસ્તાની દર્શકોની સંખ્યા સામાન્ય રીતે ઓછી જોવા મળતી હોય છે. જેના પગલે વ્યાવસાયિક કરાર પણ સામાન્ય રીતે ફાયદાકારક નથી થતા.
ઉલ્લેખનિય છે કે, PSLની સમગ્ર પાંચમી સિઝન પાકિસ્તાનમાં જ રમાઈ છે, પરંતુ કોરોના વાઈરસથી સમગ્ર વિશ્વમાં હાહાકાર મચી ગયો છે. જે બાબતને ધ્યાનમાં રાખતા પાકિસ્તાન ક્રિકેટ બોર્ડે PSLની સેમીફાઈનલ મેચ રદ કરી છે. વધુમાં જણાવી દઈએ કે કોરોના વાઈરસના પગલે ઘણી મોટી ટુર્નામેન્ટ અને સિરિઝને પણ રદ કરવામાં આવી છે.