નવી દિલ્હીઃ વેસ્ટઈન્ડીઝના મહાન ઝડપી બોલર માઈકલ હોલ્ડિંગનું માનવું છે કે, કોરોના વાઇરસ સંકટ દરમિયાન દર્શકો વિના મેચ રમવો એ એક વિકલ્પ બન્યો છે.
હોલ્ડિંગે કહ્યું કે, રમતના આર્થિક પક્ષને ધ્યાનમાં રાખીને અધિકારીઓ દ્વારા ખાલી સ્ટેડિયમોમાં મેચ રમવા અંગેની વાત કહેવામાં આવી રહીં છે.
હોલ્ડિંગે એક ક્રિકેટ વેબસાઈટને કહ્યું કે, ઘણા પ્રશાસકોને ખ્યાલ આવી ગયો છે કે, પ્રસારણકર્તાઓની સંતુષ્ટિ માટે તેમણે રમતનું કોઈને કોઈ ફોર્મેટ શરૂ કરવું પડશે. પ્રસારણકર્તાઓને જો એ વસ્તુ નહીં મળે જેના માટે તે રોકાણ કરે છે. તો તે પોતાના રૂપિયા પરત માંગશે.
તેમણે કહ્યું કે, માટે તેમને ખાલી સ્ટેડિયમમાં ક્રિકેટ રમવાનો પ્રયાસ કરવો પડશે અથવા જે પણ ફોર્મેટમાં રમવાની તક મળે, તે ફોર્મેટમાં રમવું પડશે.