BCCIના અધ્યક્ષ બન્યા બાદ સૌરવ ગાંગુલીએ કહ્યું કે, તે ટીમ અને વિરાટ માટે બધું કરશે, જે ક્રિકેટ માટે જરૂરી હશે. આ સાથે તેઓએ વિરાટ કોહલીના પણ વખાણ કર્યા હતાં.
ગાંગુલીએ એમ પણ કહ્યું હતું કે, ભારતની સૌથી મોટી ક્રિકેટ સંસ્થા BCCIમાં મોટા બદલાવની જરૂર છે. તેમણે કહ્યું કે, અમને ખબર નથી કે છેલ્લાં ત્રણ વર્ષમાં અહીં શું થયું પરંતુ અમે અમારી યુવા ટીમ સાથે મળીને ભારતીય ક્રિકેટ માટે અમારી ક્ષમતા પ્રમાણે બેસ્ટ આપીશું.
આ પણ વાંચો: જાણો BCCIના અધ્યક્ષ તરીકે ગાંગુલીના રોલની સંપૂર્ણ માહિતી...
ભ્રષ્ટાચાર વિશે પણ વાત કરી
BCCIના અધ્યક્ષ બન્યા બાદ સૌરવ ગાંગુલીએ મીડિયા સાથે વાત કરતા કહ્યું કે, બોર્ડની પ્રતિષ્ઠા સાથે કોઈ બાંધછોડ કરવામાં આવશે નહીં તેમજ ભ્રષ્ટાચાર મુક્ત કામકાજ થશે. ભારતનું નેતૃત્વ કરતી વખતે મેં પણ એવું જ કર્યું હતું અને હું BCCIના નેતૃત્વમાં પણ એવું જ કરીશ. સૌરવ ગાંગુલીએ આગામી ત્રણ અઠવાડિયામાં BCCIના એજીએમને બોલાવવાની પણ વાત કરી છે.
ધોની વિશે આ વાત કરી
ગાંગુલીને ઘોની વિશે પ્રશ્ર પુછવામાં આવતા કહ્યું કે, જ્યારે તમે આરામથી બેસીને વિચારશો કે તેઓએ શું કર્યું છે, ત્યારે તમારા મોં માંથી ફક્ત એક જ શબ્દ આવશે, શાનદાર...અમે અહિં ખેલાડીઓને જીવનને સરળ કરવા આવ્યા છીએ મુશ્કેલ નહી. ખેલાડીઓને પ્રદર્શનને આધારે નિર્ણય કરવામાં આવશે.