ETV Bharat / sports

Instagram: ભારતીય હસ્તીઓમાં કોહલીના 'વિરાટ' ફોલોઅર્સ, આ સ્ટાર પાછળ - સૌથી વધારે ફોલોવર્સ

વિરાટ કોહલીએ ઇન્સ્ટાગ્રામ ફોલોઅર્સના મામલે બૉલિવૂડ અભિનેત્રી પ્રિયંકા ચોપરાનીને પાછળ રાખી દીધી છે. પ્રિયંકાના ઇન્સ્ટાગ્રામમાં 49.8 મિલિયન ફોલોઅર્સ છે, જ્યારે વિરાટ કોહલીના 50 મિલિયન ફોલોઅર્સ થઇ ગયા છે.

virat
વિરાટ
author img

By

Published : Feb 18, 2020, 8:30 AM IST

નવી દિલ્હીઃ ભારતીય હસ્તીઓમાં વિરાટ કોહલી કેટલાક સમય પહેલા નંબર-2 પર હતો, પરંતુ વિરાટ કોહલી ભારતીય પ્રખ્યાત હસ્તીઓમાં ઇન્સ્ટાગ્રામ પર ટોપના સ્થાને આવી ગયો છે. વર્ષ 2020ની શરૂઆત સુધી પ્રિયંકા ચોપરાના ઈન્સ્ટાગ્રામ ફોલોઅર્સમાં વિરાટ કોહલી કરતા આગળ હતી. વર્ષની શરૂઆતમાં પ્રિયકાના ઇન્સ્ટાગ્રામ પર 44.6 મિલિયન ફોલોઅર્સ હતા. જ્યારે ભારતીય કિક્રેટ ટીમના કેપ્ટન વિરાટના 41.1 મિલિયન ફોલોઅર્સ હતા, પરંતુ ફેબ્રુઆરીની મધ્યમાં વિરાટ કોહલી ઈન્સ્ટાગ્રામમાં ટોપના સ્થાને આવી ગયો છે.

virat
પ્રિયંકા ચોપરા
virat
ઇન્સ્ટાગ્રામ ફોલોવર્સની યાદી

ઇન્સ્ટાગ્રામના ફોલોઅર્સમાં ટોપ 10 ભારતીય હસ્તીઓમાં ફક્ત વિરાટ કોહલી જ ક્રિકેટર છે. મહેન્દ્ર સિંહ ધોનીના ઇન્સ્ટાગ્રામ પર 20.1 મિલિયન ફોલોઅર્સ છે. વિરાટ કોહલીની પત્ની અને બૉલિવૂડ અભિનેત્રી અનુષ્કા શર્માના 32.6 મિલિયન ફોલોઅર્સ છે. વિરાટ કોહલી સોશિયલ મીડિયામાં ઘણો એક્ટિવ રહે છે. જો કે, કોહલી ટીમના ખેલાડીઓ સાથે અને પત્ની અનુષ્કા શર્મા સાથે અનેક તસવીરો શેર કરતો રહે છે.

virat
વિરાટ કોહલી
virat
વિરાટ કોહલી

દુનિયાભરમાં ઇન્સ્ટાગ્રામ પર સૌથી વધારે ફોલોઅર્સની વાત કરવામાં આવે તો સ્ટાર ફુટબોલર ખેલાડી ક્રિસ્ટિયાનો રોનાલ્ડો પ્રથમ સ્થાને છે. રોનાલ્ડોના ઇન્સ્ટાગ્રામ પર 203 મિલિયન ફોલોઅર્સ છે. ઉલ્લેખનીય છે કે, આર્જેન્ટિનાના સ્ટાર ફુટબોલર લિયોનલ મેસીના ઇન્સ્ટાગ્રામ પર 143 મિલિયન ફોલોએર્સ છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.