નવી દિલ્હીઃ કોરોના વાઇરસના કારણે સ્કૂલ, કૉલેજ, શૉપિંગ મોલ, રેસ્ટોરન્ટ, જીમ, મંદિર જવામાં પ્રતિબંધ લાદવમાં આવ્યો છે. આ ઉપરાંત જાહેર કાર્યક્રમોને રદ અને ઘણા સ્થળોએ કડક પગલાં ભરવામાં આવ્યાં છે. જે કેન્દ્ર સરકારથી લઇને રાજ્ય સરાકારે કોરોનાને ફેલાતો અટકાવવા માટે કરવામાં આવ્યું છે. એવામાં ભારતીય ટીમના કેપ્ટન વિરાટ કોહલી અને ઝડપી બોલર ઈશાંત શર્માએ સોશિયલ મીડિયામાં દિલ્હી પોલીસની ખૂબ પ્રશાંસા કરી છે.
-
Thanking you @imVkohli for your kind words of encouragement and support. In this fight against #COVID19 we are leaving no stone unturned to protect our fellow citizens.#DelhiPoliceFightsCOVID @PMOIndia @HMOIndia @LtGovDelhi @CPDelhi pic.twitter.com/4hWzwILMsE
— Delhi Police (@DelhiPolice) April 10, 2020 " class="align-text-top noRightClick twitterSection" data="
">Thanking you @imVkohli for your kind words of encouragement and support. In this fight against #COVID19 we are leaving no stone unturned to protect our fellow citizens.#DelhiPoliceFightsCOVID @PMOIndia @HMOIndia @LtGovDelhi @CPDelhi pic.twitter.com/4hWzwILMsE
— Delhi Police (@DelhiPolice) April 10, 2020Thanking you @imVkohli for your kind words of encouragement and support. In this fight against #COVID19 we are leaving no stone unturned to protect our fellow citizens.#DelhiPoliceFightsCOVID @PMOIndia @HMOIndia @LtGovDelhi @CPDelhi pic.twitter.com/4hWzwILMsE
— Delhi Police (@DelhiPolice) April 10, 2020
ટીમ ઈન્ડિયાના કેપ્ટન કોહલીએ એક વીડિયોમાં કહ્યું કે, મને જાણીને આનંદ થયો કે, આ મુશ્કેલીના સમયમાં પણ દેશની પોલીસ લોકોની મદદ કરી રહીં છે. હું દિલ્હી પોલીસના કામની પ્રશંસા કરવા માંગુ છું, જે ખાલી પોતાનું કર્તવ્ય સંપૂર્ણ ઈમાનદારીથી નિભાવવા સાથે ગરીબો સુધી ભોજન પણ પહોંચાડી રહ્યા છે. તમે આવી રીતે જ શ્રેષ્ઠ કામગીરી કરતા રહો.
બીજી તરફ અનુભવી ઝડપી બોલર ઈશાંતે કહ્યું કે, આ સમય ઘરે રહેવાનો છે, પોતાના સાથે સમય વિતાવો, તમારૂં અને તમારા પિરવારનું ધ્યાન રાખો. દિલ્હી પોલીસ દિવસ-રાત પોતાની કામગીરી કરે છે.
-
बहुत ही पते की बात कही है इशांत शर्मा जी ने @ImIshant
— Delhi Police (@DelhiPolice) April 10, 2020 " class="align-text-top noRightClick twitterSection" data="
👉🏾 अफ़वाहों पर बिल्कुल भरोसा ना करें
👉🏾 घर में रहें
👉🏾 #लॉकडॉउन के नियमों का पालन करें
📌 किसी भी अफ़वाह या फेक न्यूज़ को आप हमारी वेबसाइट पर रिपोर्ट करें और सही जानकारी पाएं। अफ़वाह फैलाने वाले पर सख़्त कार्यवाही की जायेगी। pic.twitter.com/2vJMYnguFe
">बहुत ही पते की बात कही है इशांत शर्मा जी ने @ImIshant
— Delhi Police (@DelhiPolice) April 10, 2020
👉🏾 अफ़वाहों पर बिल्कुल भरोसा ना करें
👉🏾 घर में रहें
👉🏾 #लॉकडॉउन के नियमों का पालन करें
📌 किसी भी अफ़वाह या फेक न्यूज़ को आप हमारी वेबसाइट पर रिपोर्ट करें और सही जानकारी पाएं। अफ़वाह फैलाने वाले पर सख़्त कार्यवाही की जायेगी। pic.twitter.com/2vJMYnguFeबहुत ही पते की बात कही है इशांत शर्मा जी ने @ImIshant
— Delhi Police (@DelhiPolice) April 10, 2020
👉🏾 अफ़वाहों पर बिल्कुल भरोसा ना करें
👉🏾 घर में रहें
👉🏾 #लॉकडॉउन के नियमों का पालन करें
📌 किसी भी अफ़वाह या फेक न्यूज़ को आप हमारी वेबसाइट पर रिपोर्ट करें और सही जानकारी पाएं। अफ़वाह फैलाने वाले पर सख़्त कार्यवाही की जायेगी। pic.twitter.com/2vJMYnguFe
આ સાથે જ ભારતીય ક્રિકેટ ટીમના સ્ટાર ઓલરાઉન્ડર હાર્દિક પાંડ્યાએ કોરોના વિરુદ્ધ લડી રહેલા પોલીસ કર્મચારીઓને સલામી આપી છે. એક તરફ જ્યાં કોરોના વાઇરસને રોકવા માટે તમામ લોકો ઘરમાં છે, ત્યારે પોલીસ, આરોગ્ય કર્મચારી અને સફાઈ કર્મચારી રસ્તા પર ઉતરીને લોકોનું જીવન સરળ બનાવવાના પ્રયાસમાં લાગ્યા છે. એવામાં સેલિબ્રિટી આ તમામને શાબાશી આપી રહ્યા છે.
ઉલ્લેખનીય છે કે, મુંબઈ પોલીસે ટ્વીટર પર એર વીડિયો શેર કર્યો છે. જેમાં પોલીસ કર્મચારીઓ જણાવી રહ્યા છે કે, તેમને પોતાના પરિવાર સાથે 21 દિવસ ગાળવાની તક મળે, તો તે શું-શું કરશે. આ વીડિયો ખૂબ ઈમોશનલ છે. મુંબઈ પોલીસનો આ વીડિયોએ દરેક લોકોના હ્રદયને સ્પર્શી જનારો છે.
તેમની કામગીરીથી ખૂશ થઇને હાર્દિકે પણ તેમનો આભાર માન્યો છે. હાર્દિકે મુંબઈ પોલીસના આ ઈમોશનલ વીડિયોને શેર કરીને લખ્યું કે, મુંબઈ પોલીસને ખૂબ સારો પ્રેમ અને શુભકામનાઓ. આ સાથે જ સમગ્ર દેશના એ તમામ લોકોને સલામ, જે આપણી રક્ષા માટે લાગ્યા છે.