- બિહાર ક્રિકેટ લીગમાં વિપિન સૌરભનું શાનદાર પફોર્મર્સ
- 26 માર્ચે યોજાશે લીગની ફાઇનલ મેચ
- કોરોના પ્રોટોકોલનું પાલન કરી કરાયું લીગનું આયોજન
પટના: બિહાર ક્રિકેટ લીગના આયોજકો તરફથી એક પ્રેસ વાર્તાનું આયોજન કરવામાં આવ્યું હતું. તે દરમિયાન BCLના સ્પોન્સર ઇલાટ્સન સ્પોર્ટના ડાયરેક્ટર નિંશાત દયાળએ જણાવ્યું કે હાલમાં ટૂર્નામેન્ટને 3 દિવસ થઇ ગયા છે. કુલ 6 મેચો રમાઇ ગઇ છે એને ટૂર્નામેન્ટ અત્યાર સુધી ઘણી સફળ રહી છે.
વિપિને 23 બોલોમાં 64 રન માર્યા
લીગનો જે ઉદ્દેશ છે તે સફળ થતો જોવા મળી રહ્યો છે. જેવી રીતે વિપિન સૌરભે પાછલી મેચમાં 51 બોલમાં શતકીય દાવ રમ્યો હતો તેની બાદ 2 IPLની ટીમોએ વિપિન સૌરભને પોતાની ટીમમાં લેવા માટે BCL સાથે વાતચીત શરું કરી દીધી છે.વિપિને પાછલી મેચોમાં પણ 23 બોલમાં 64 રન માર્યા હતા. તેમણે કહ્યું હતુ કે લીગમાં ફલ્ડલાઇટમાં બિહારના ખેલાડીઓ રમી રહ્યા છે અને ઘણું સારું પ્રદર્શન કરી રહ્યા છે.
આ પણ વાંચો :રબારીકા ગામમાં ગૌશાળાના લાભાર્થે રાત્રિપ્રકાશ ટુર્નામેન્ટનું આયોજન
26 માર્ચે યોજાશે ફાઇનલ મેચ
નિંશાંત દયાળે કહ્યું હતું કે, " ટૂર્નામેન્ટમાં અત્યાર સુધી 6 મેચો રમાઇ ગઇ છે. અંગિકા એવન્જર્સ લીગ મેચમાં ટોપ પર છે. તેમણે પોતાની બંન્ને મેચો જીતી છે. લીગમાં નંબર 2 પર દરભંગા ડાઇમંડ્સ છે 3 પર ભાગલપુર બુલ્સ, ચોથા નંબર પર ગયા ગ્લેડિએટર્સ અને નંબર પાંચ પર પટના પાયલટ્સ છે. ગુરુવારે સેમીફાયનલની નોકઆઉટ મેચ થશે અને શુક્રવાર 26 માર્ચે ફાઇનલ મેચ રમાનાર છે.
જયસૂર્યા અને દિલશાન BCLમાં નહી થઇ શકે શામેલ
નિંશાત દયાળએ કહ્યું કે તિલકરત્ને દિલશાન અને સનથ જયસૂર્યા પોલિંગમાં મેંટર તરીકે શામેલ નહીં થઇ શકે. પરંતુ મુંબઈ અને આખા ભારતમાં વધતા જતા કોરોના કેસને જોતા તેમની ટીમ તરફથી તેમને લીગમાં સામેલ થવાની પરવાનગી ન મળી સનત જયસૂર્યાએ લીગના સફળ આયોજન માટે શુભકામના આપતા કહ્યું છે કે આ વખતે કોરોનાને કારણે લીગમાં તે સામેલ નહીં થઇ શકે, પરંતુ આવતા વર્ષે તે સામેલ થવાનો જરુર પ્રયાસ કરશે.
આ પણ વાંચો : કોરોના રસીકરણની જાગૃતિ માટે લાયન્સ ક્લબ 23થી 31 જાન્યુઆરી ક્રિકેટ મેચ યોજશે
પ્રદેશમાં કોરોનાની સ્થિતી હાલમાં ઠીક
નિશાંત દયાળએ કહ્યું કે ભારતમાં કોરોના કેસ ઝડપથી વધી રહ્યા છે પણ પ્રદેશમાં હાલ પરિસ્થિતી નિયત્રંણમાં છે.અંહીયા સંક્રમણની ઝડપ ઓછી છે. એટલે અહીં બધા જ કોરોનો પ્રોટોકોલને ધ્યાનમાં રાખીને અત્યાર સુધી સફળ આયોજન થયું છે.