ઝારખંડ/રાંચી: Under-19 Cricket World Cup ટૂર્નામેન્ટમાં ભારતે પાકિસ્તાનને સેમિફાઈનલ મેચમાં 10 વિકેટે હાર આપી હતી. ભારતીય ટીમે ફાઈનલમાં પ્રવેશ કર્યો છે. આ મેચ દરમિયાન ભારતીય ટીમે સારું પ્રદર્શન કર્યુ છે. રાંચીમાંથી વધુ એક ખેલાડી સુશાંત મિશ્રાએ સારું પ્રદર્શન કરી પાકિસ્તાન ટીમની 3 વિકેટ ઝડપી હતી. સુશાંત મિશ્રાના પિતાએ ઇટીવી ભારતની ટીમ સાથે ખાસ વાતચીત કરી ફાઈનલમાં મેચ માટે ભારતીય ક્રિકેટ ટીમને શુભકામના પાઠવી છે.
અંડર-19 વર્લ્ડકપ ટૂનામેન્ટમાં ભારતનું સારું પ્રદર્શન રહ્યું છે. સેમિફાઈનલ મેચ દરમિયાન પાકિસ્તાનને 10 વિકેટે હાર આપીને ભારત ફાઈનલમાં પહોચ્યું છે. આ ક્રિકેટ ટીમમાં રાંચીના ખેલાડી સુશાંત મિશ્રા પણ સામેલ છે અને આ ખેલાડી મજબૂત ફોર્મમાં છે. ભારત અને પાકિસ્તાન વચ્ચેની મેચ દરમિયાન સુશાંતે 3 વિકેટ લીધી હતી. આ સાથે ભારતે આ મેચમાં પાકિસ્તાનને હાર આપી હતી.