ETV Bharat / sports

અંડર-19 વિશ્વકપ: પાકિસ્તાનને 10 વિકેટે હરાવી ટીમ ઈન્ડિયા ફાઈનલમાં, જયસ્વાલની 'યશસ્વી' સદી - Team India

દક્ષિણ આફ્રિકાના સેનવેસ પાર્ક ખાતે રમાઈ રહેલી અંડર-19 વિશ્વ કપની સેમીફાઈનલ મેચમાં ભારતે પાકિસ્તાનને 10 વિકેટે સજ્જડ પરાજય આપી ટીમ ઈન્ડિયાએ ફાઈનલમાં પ્રવેશ કર્યો છે. વિશ્વકપ જીતવાથી ટીમ ઈન્ડિયા હવે એક કદમ દુર છે.

Team India
ટીમ ઈન્ડિયા
author img

By

Published : Feb 4, 2020, 7:43 PM IST

Updated : Feb 4, 2020, 8:09 PM IST

અંડર-19 વિશ્વકપની પ્રથમ સેમીફાઈનલમાં પાકિસ્તાને ભારતને 173 રનનો લક્ષ્યાંક આપ્યો હતો. ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરતા પાકિસ્તાન 43.1 ઓવરમાં 172 રનમાં ઓલઆઉટ થઈ ગયું હતું. પાકિસ્તાન તરફથી કેપ્ટન રોહેલ નઝિર અને હૈદર અલીએ ફિફટી મારીને ટીમના સ્કોરને 172 સુધી પહોંચાડવામાં મદદ કરી હતી. નઝિરે 102 બોલમાં 6 બાઉન્ડ્રીની મદદથી 62 રન કર્યા હતા. જ્યારે હૈદરે 77 બોલમાં 9 બાઉન્ડ્રી ફટકારી 56 રન કર્યા હતા.

ભારત તરફથી સુશાંત મિશ્રાએ 3 વિકેટ, રવિ બિશ્નોઈ અને કાર્તિક ત્યાગીએ 2-2 વિકેટ, જ્યારે અથર્વ અંકોલેંકર અને યશસ્વી જયસ્વાલે 1-1 વિકેટ લીધી હતી.

  • ભારત સાતમી વખત ફાઈનલમાં પહોંચ્યું

ભારત અને પાકિસ્તાન અંડર-19 વિશ્વકપમાં સતત બીજીવાર સેમી ફાઈનલમાં એકબીજા સામે ટકરાઈ હતી. 2018ના અંડર-19 વિશ્વકપમાં પણ ભારતે પાકિસ્તાનને 203 રને હરાવ્યું હતું. ભારત છેલ્લે 2010માં પાકિસ્તાન સામે હાર્યું હતું. ત્યારે પાકિસ્તાને ક્વાર્ટર ફાઈનલમાં 2 વિકેટે મેચ જીતી હતી. આ મેચ જીતીને ટીમ ઈન્ડિયા સાતમી વાર અંડર-19 વિશ્વકપના ફાઈનલમાં પહોંચી છે.

Intro:Body:

blank-3

Conclusion:
Last Updated : Feb 4, 2020, 8:09 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.