હૈદરાબાદ: વેસ્ટ ઇન્ડિઝના બેટ્સમેન બ્રાયન લારાએ 1994માં ઇંગ્લેન્ડ સામે 375 રનની ઇનિંગ રમીને ટેસ્ટ ક્રિકેટમાં સૌથી વધુ વ્યક્તિગત સ્કોર બનાવ્યો હતો. જોકે, ઓસ્ટ્રેલિયાના બેટ્સમેન મેથ્યુ હેડને વર્ષ 2003માં ઝિમ્બાબ્વે સામે 380 રન બનાવીને આ રેકોર્ડ તોડ્યો હતો.
બ્રાયન લારાએ હેડનનો ટેસ્ટ ક્રિકેટ સૌથી વધુ વ્યક્તિગત સ્કોર બનાવવાનો રેકોર્ડ બસ થોડા જ દિવસમાં તોડી નાંખ્યો હતો. 12 એપ્રિલ, 2004ના રોજ, બ્રાયન લારાએ ઇંગ્લેન્ડ સામેની ચોથી ટેસ્ટમાં 582 બોલમાં 400 રનની અણનમ ઇનિંગ રમીને ફરી એકવાર બનાવ્યો હતો. આ ઇનિંગ્સમાં લારાએ 43 ચોગ્ગા અને 4 છગ્ગા ફટકાર્યા હતા.
જો કે, ઇંગ્લેન્ડ સામેની ચાર મેચની ટેસ્ટ સિરીઝમાં વેસ્ટ ઇન્ડિઝની ટીમ 0–3થી પાછળ રહી હતી. ચોથી ટેસ્ટમાં લારાની રેકોર્ડ બ્રેક ઇનિંગ્સની મદદથી વેસ્ટ ઇન્ડિઝે પ્રથમ દાવમાં 5 વિકેટ ગુમાવીને 751 રનની ઇનિંગ્સ ડિકલેર કરી હતી. પ્રથમ ઇનિંગ્સમાં ઇંગ્લેન્ડનો સ્કોર 285 રન પર સમેટાઈ ગયો હતો, પરંતુ બીજી ઇનિંગ્સમાં ઇંગ્લેન્ડ પાછો ફર્યો અને ટેસ્ટ મેચ ડ્રો કરી હતી.
આવા રેકોર્ડમાં શ્રીલંકાના મહેલા જયવર્દને 2006માં આ રેકોર્ડની નજીક રન કર્યા હતાં, જ્યારે જયવર્ધને દક્ષિણ આફ્રિકા સામે 374 રનની જોરદાર ઇનિંગ રમી હતી.