ETV Bharat / sports

સાઉથ આફ્રિકા સીરિઝમાં ચાહકો સાથે સેલ્ફી અને મુલાકાત પર પ્રતિબંધની લાગે એવી શક્યતા - ban on taking a selfie

કોરોના વાયરસના ફેલાવાને ધ્યાનમાં રાખીને આગામી સમયમાં યોજાનારી સાઉથ આફ્રિકા સામેની સીરિઝમાં તેમજ માર્ચમાં શરૂ થનારી ઈન્ડિયન પ્રીમિયર લીગ દરમિયાન ચાહકોથી દૂર રહેવા સૂચન કરવામાં આવે તેવી શક્યતાઓ છે.

there-may-be-a-ban-on-taking-a-selfie-and-meeting-fans-during-the-south-africa-series
સાઉથ આફ્રિકા સિરિઝ દરમિયાન સેલ્ફી અને ચાહકોને મળવા પર પ્રતિબંધ લાગે તેવી શક્યતા
author img

By

Published : Mar 10, 2020, 3:13 PM IST

નવી દિલ્હીઃ ક્રિકેટના ચાહકો હંમેશા ક્રિકેટરો નજીક જવા તેમજ સેલ્ફી અને ઓટોગ્રાફ લેવા આતુર રહે છે. ભારતમાં કોવીડ-19 (કોરોના વાયરસ)ના વધતા કેસોને કારણે હવે લગભગ શક્ય નહીં બને. ભારતમાં હાલ 43 લોકોને કોરોના વાયરસ અસરગ્રસ્ત છે. જેમાંથી મોટા ભાગના ઈટાલીથી આવેલા પ્રવાસીઓ છે. આગામી વનડે સીરિઝ દક્ષિણ આફ્રિકા સાથે યોજાશે. આ સીરિઝ દરમિયાન ક્વિન્ટન ડી કોક અને ફોફ ડુ પ્લેસિસને 'પ્રેક્ષકો સાથે વાતચીત' અને 'સેલ્ફી લેવા' પર પ્રતિબંધ સહિત આરોગ્ય અને સલામતી અંગેની જાણકારી આપવામાં આવી છે.

there-may-be-a-ban-on-taking-a-selfie-and-meeting-fans-during-the-south-africa-series
સાઉથ આફ્રિકા સિરિઝ દરમિયાન સેલ્ફી અને ચાહકોને મળવા પર પ્રતિબંધ લાગે તેવી શક્યતા

આ નિયમ સાઉથ આફ્રિકા સામેની સીરિઝ સુધી સિમિત નહીં રહે. આ નિયમ 29 માર્ચથી શરૂ થનારી ઈન્ડિયા પ્રીમિયર લીગમાં પણ સ્વાસ્થ્ય સંબધિત માર્ગદર્શનનું કડક રીતે પાલન કરવાનું જણાવામાં આવ્યું છે. ખેલાડીઓને સેલ્ફી લેવા તેમજ ચાહકોને મળવા પર પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે. દક્ષિણ આફ્રિકાની ટીમ મેનેજમેન્ટના નજીકના એક સ્ત્રોતે ગુપ્તતા જળવી રાખવાની શરતે જણાવ્યું હતું કે, ખેલાડીઓ વિદેશી મુસાફરી કરી રહ્યાં હોવાથી તેઓ રોગથી સંબંધિત નિવારણનાં પગલાં વિશે નિર્દેશન આપવામાં આવ્યું છે.

આ નિર્દેશનમાં ઘણા પ્રોટોકોલોનો સમાવેશ કરવામાં આવ્યો છે, જેમાં ચાહકોને મળવાનું, સેલ્ફી અને ફોટોગ્રાફ્સ ન લેવાનું પણ શામેલ છે. ભીડમાં ન જવા માટે ખાસ આરોગ્ય સુચનો કરવામાં આવ્યા છે, અને દક્ષિણ આફ્રિકાની ટીમના મેડિકલ યુનિટ અને તેમના સુરક્ષા અધિકારીઓ યોગ્ય પગલા લેશે તેવી અપેક્ષા રાખવામાં આવી રહી છે. જેથી તેમના ખેલાડીઓ સેલ્ફી લેવા માટે દર્શકોથી ઘેરાયેલા ન હોય. જેના બદલે દક્ષિણ આફ્રિકાના મુખ્ય કોચ માર્ક બાઉચરે સંકેત આપ્યો છે કે, જો તબીબી ટીમ સૂચના આપે તો તેમના ખેલાડીઓ પણ હાથ મિલાવવાનું ટાળી શકે છે. ઇંગ્લેન્ડના ખેલાડીઓ પણ શ્રીલંકા શ્રેણી દરમિયાન કેટલાક સમાન માર્ગદર્શિકાઓનું પાલન કરશે.

બંધ સ્ટેડિયમમાં IPL યોજવા સૂચનો કરવામાં આવ્યાં છે, જેથી મેચ ટીવી અને ડિજિટલ પ્લેટફોર્મ પર લાઈવ સ્ટ્રીમ થઈ શકે, પરંતુ BCCIના વરિષ્ઠ અધિકારીએ આ વાતનો ઈનકાર કર્યો હતો. તેમણે જણાવ્યું હતું કે, મેચ ઓફ ઈન્ડિયન સુપર લીગના પ્લે ઓફ મેચમાં 50000 હજારથી વધુ લોકોની ભીડ હતી. આપણે તેમને કેમ રોકીશું? જો કે, ખેલાડીઓ લોકોની વચ્ચે ન આવે તે માટે તેમણે આરોગ્ય સંબંધિત ચેતવણી આપવાની શક્યતાને નકારી ન હતી. IPLની સમસ્યા એ છે કે, બધી ફ્રેન્ચાઇઝી ટીમોમાં ચાહકો-સંબંધિત પ્રવૃત્તિઓ હોય છે. જે તેમની પ્રાયોજકતાના પ્રતિબદ્ધતાઓનો ભાગ હોય છે. તે હજી સ્પષ્ટ નથી કે શું ફ્રેન્ચાઇઝ ચાહકોને સમાવિષ્ટ કાર્યક્રમોની સંખ્યા પર પ્રતિબંધ મૂકશે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.