હૈદરાબાદઃ ઈન્ડિયન પ્રીમિયર લીગ લાંબા સમયથી ચર્ચામાં હતું, પરંતુ 2 વર્ષથી IPL સાથે આયોજીત થનારી મહિલાનો એક મિની IPL તમામ લોકોની નજરમાં હતી. જો કે, હવે મહિલા IPL અંગે પણ નિર્ણય લઇ લેવામાં આવ્યો છે. BCCIના સૂત્રોએ આ અંગે સ્પષ્ટ કર્યું કે, IPLની જેમ વુમેન્સ IPLનું આયોજન પણ UAEમાં રમવામાં આવશે.
ભારતમાં કોરોના પોઝિટિવ કેસમાં થયેલા વધારાને કારણે પુરુષોની IPL ટૂર્નામેન્ટ 19 સપ્ટેમ્બરથી 8 નવેમ્બર(10 નવેમ્બરના રોજ પણ ફાઈનલ યોજાય શકે છે) સુધી યોજાવાની છે. BCCI પ્રમુખ સૌરવ ગાંગુલીએ સ્પષ્ટ કહ્યું કે, મહિલાઓની IPL પણ આ કાર્યક્રમમાં ફિટ કરવામાં આવશે. ગાંગુલીએ રવિવારે IPL ગવર્નિંગ કાઉન્સિલની બેઠક પહેલાં કહ્યું કે, હું આ વાતની પુષ્ટી કરી શકું છું કે, મહિલા IPLનું આયોજન પણ કરવામાં આવશે, જેમાં આપણી રાષ્ટ્રીય ટીમમાટે પણ સ્થાન છે.
અન્ય એક વરિષ્ઠ અધિકારીએ કહ્યું કે, મહિલાઓના T-20 ચેલેન્જર કપ ગત વર્ષના IPLની જેમ અંતિમ ચરણ દરમિયાન આયોજિત કરવામાં આવશે. સૂત્રએ કહ્યું કે, મહિલાઓની ચેલેન્જર સિરીઝ 1-10 નવેમ્બર વચ્ચે આયોજિત થવાની સંભાવના છે અને આ અગાઉ એક કેમ્પનું આયોજન પણ થઇ શકે છે.
પૂર્વ ભારતીય કેપ્ટન સૌરવ ગાંગુલીએ વધુમાં જણાવ્યું કે, કેન્દ્રીય અનુબંધિત મહિલા ખેલાડીઓ માટે એક કેમ્પનું આયોજન કરવામાં આવશે. જે દેશની તાજેતરની સ્થિતિને કારણે રદ્દ કરવામાં આવી હતી.