નવી દિલ્હી : વિશ્વભરમાં WHOએ કોરોના વાઈરસને મહામારી જાહેર કરી છે, ત્યારે કોરોના વાઈરસની અસર ભારતીય ક્રિકેટનો તહેવાર ગણાતી IPL પર પડી છે. IPLની 13મી સિઝનની શરૂઆત 29 માર્ચથી થવાની હતી, પરંતુ કોરોનાના કહેરને કારણે BCCI દ્વારા IPLની 13મી સિઝન 15 એપ્રિલ સુધી સ્થગિત કરી છે.
મુંબઈમાં BCCI એ લીગ ફ્રેન્ચાઈસીના માલિકો સાથે મિંટિંગ બાદ નિર્ણય કર્યો કે આ મહિનાના અંત સુધી તમામ ફ્રેન્ચાઈસીને રાહ જોવા કહ્યું છે. IPLએ BCCIનો આવક મેળવાનો મહત્વનો સ્ત્રોત છે તેવામાં IPL નહિ રમાય તો BCCIને ભારે નુકસાન થઈ શકે છે. જે BCCI ઈચ્છતુ નથી.
BCCI જુલાઈ-સપ્ટેમ્બરમાં તમામ 60 મેચોનું આયોજન કરવાનો વિચાર કરી રહી છે, પરંતુ જુલાઈ-સપ્ટેમ્બરમાં 6થી 7 સિરીઝ રમાવાની છે. જેના કારણે ફોર્મેટમાં ફેરફાર જોવા મળી શકે છે.