નવી દિલ્હીઃ ભારતીય કેપ્ટન વિરાટ કોહલીએ ગુરુવારના રોજ ટ્રેસ્ટ ક્રિકેટ રમવાથી હું સારો માણસ બન્યો.
ઇંગ્લેન્ડના પૂર્વ બેટ્સમેન કેવિન પીટરસન સાથે વાત કરતા કોહલીએ કહ્યું કે, મારા જીવનમાં કોવિડ-19 જેવા વૈશ્વિક સંકટ દરમિયાન સહેજતાથી જીવન જીવવા પર આભાર હોવાની વાત કરી હતી.
પોતાના ફેવરેટ ક્રિકેટ ફોર્મેટ વિશે પૂછ્યા બાદ કોહલીએ કહ્યું કે, ટેસ્ટ ક્રિકેટ, ટેસ્ટ ક્રિકેટ, ટેસ્ટ ક્રિકેટ, ટેસ્ટ ક્રિકેટ અને ટેસ્ટ ક્રિકેટ. મે પાંચ વાર આ કહ્યું.
તેણે વધુમાં ઉમેર્યું કે, કારણ કે આ જીવનનું પ્રતિનિધિત્વ કરે છે. તમે રન બનાવો કે નહી, જ્યારે અન્ય બેટીંગ કરતા હોય ત્યારે તમારે તાલી વગાડવાની હોય છે. તમારે તમારા રૂમમાં ગયા બાદ હબીજા દિવસે સવારે ઉઠીને ફરી મેદાનમાં ઉતરવું પડે છે.
ભારત તરફથી 86 ટેસ્ટમાં 27 સદી દ્વારા 7240 રન બનાવ્યા છે. કોહલીએ કહ્યું કે, તમારે દિનચર્યાનું પાલન કરવાનું હોય છે, તમને પસંદ હોય કે ન હોય. આ એક જીવન જેવું છે.
કોહલીએ વધુમાં ઉમેર્યું કે, ફક્ત કેપ્ટન હોવાના કારણે મને મારા રવૈયામાં બદલાવ કરવાની જરૂરત છે. જરૂરી છે કે હુ મજા માણું પણ તેની બાગ રણનીતિ આવે છે.
કોહલી કહ્યું કે, પોતાના સમ્માનના બાબતમાં આઇપીએલ મોટી ભૂમીકા રહી છે. મારી અને એબી વચ્ચે સારી મિત્રતા છે, જે આ વસ્તુના કારણે લાંબા સમય સુધી રહેશે.