સ્પોટ્સ ડેસ્ક: ભારતની શરુઆત ખરાબ રહી હતી. રોહિત શર્મા 6 બોલમાં 8 રન બનાવી સસ્તામાં આઉટ થયો હતો. વિરાટ કોહલીએ 11 રન બનાવ્યા હતા. લોકેશ રાહુલે 50 બોલમાં 57 રન બનાવ્યા હતા. શ્રેયસ અય્યરે 33 બોલમાં 44 રન ફટકાર્યા હતા.
ન્યૂઝીલેન્ડ તરફથી ટિમ સાઉથીએ 2 વિકેટ ઝડપી હતી.
ન્યૂઝીલેન્ડે ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરતા 20 ઓવરમાં 5 વિકેટે 132 રન બનાવ્યા હતા. પ્રથમ વિકેટમાં માર્ટિન ગુપ્ટિલ અને કોલિન મુનરોએ 48 રની ભાગેદારી કરી હતી. ગુપ્ટિલે 33 રન બનાવ્યા હતા.
કિવીઝ કેપ્ટન કેન વિલિયમસ 20 બોલમાં 14 રન બનાવીને આઉટ થયો હતો. રોસ ટેલર 18 બનાવી બુમરાહનો શિકાર થયો હતો.
ભારત તરફથી જાડેજાએ 2 વિકેટ ઝડપી હતી. શાર્દુલ ઠાકુર, બુમરાહ અને શિવમ દુબેએ 1-1 વિકેટ લીધી હતી.
ભારતે ન્યૂઝીલેન્ડને પાંચ મેચની T-20 સીરિઝની પ્રથમ મેચમાં ભારતે ન્યૂઝીલેન્ડને 6 વિકેટે હરાવ્યું હતું.