લંડન: ઇંગ્લેન્ડની ટીમના ઝડપી બોલર સ્ટુઅર્ટ બ્રોડે કહ્યું કે, જોફ્રા આર્ચર ટીમના ડ્રેસિંગ રૂમનો શ્રેષ્ઠ ગેમર છે.
બ્રોડે એક અખબારમાં જણાવ્યું કે, "હું રમતો રમવાનું પસંદ કરું છું, ખાસ કરીને ટૂર પર મને એફ-1, ફીફા અને તાજેતરમાં આવેલી કોલ ઓફ ડ્યુટી રમવાની મજા આવે છે."
બ્રોડે વધુમાં કહ્યું કે, હું હંમેશાં ગ્રીમ સ્વાનને સ્લિપ ફીલ્ડર તરીકે રાખીશ. જેણે એશિઝ સિરીઝ-2015ના ટ્રેટ બ્રિજ પર બેન સ્ટોક્સ દ્વારા લેવાયેલા કેચનું વર્ણન કર્યું હતું. હું જે ખેલાડીઓ સાથે રમ્યો છું, તેમાંથી સ્વાન સૌથી શ્રેષ્ઠ છે. બીજી સ્લિપમાં તેનું શાનદાર પ્રદર્શન રહ્યું છે.