ETV Bharat / sports

જાણો દક્ષિણ આફ્રિકામાં રમાનારી 3TC ફોર્મેટ શું છે?

દક્ષિણ આફ્રિકામાં 3TC (3 ટીમ ક્રિકેટ) સોલિડારિટી કપની જાહેરાત કરવામાં આવી છે. આ કપનું આયોજન નેલ્સન મંડેલા ઈન્ટરનેશનલ દિવસના રોજ સેન્ચુરિયનમાં કરવામાં આવશે.

Solidarity Cup
જાણો દક્ષિણ આફ્રિકામાં રમાનારી 3TC ફોર્મેટ શુ છે?
author img

By

Published : Jul 16, 2020, 4:23 PM IST

હૈદરાબાદઃ ક્રિકેટ દક્ષિણ આફ્રિકાએ તાજેતરમાં જ ટ્ટિટર પર જાહેરાત કરી છે, કે 18 જુલાઈ 2020ના રોજ દક્ષિણ આફ્રિકા એક અલગ ફોર્મેટમાં ક્રિકેટ રમશે. આજ દિવસ સુધી કોઇ પણ જગ્યા આ પ્રકારની ક્રિકેટ ના તો કોઇ રમ્યા છે, કે ના તો કોઇએ આવી ક્રિકેટ મેચ જોઇ હશે. આ નવા ફોર્મેટ સાથે દક્ષિણ આફ્રિકામાં કોરોના વાઇરસથી થયેલા નુકસાન બાદ ક્રિકેટની ફરી વાપસી પણ થઇ છે.

દક્ષિણ આફ્રિકામાં 3TC (3 ટીમ ક્રિકેટ) સોલિડારિટી કપની જાહેરાત કરવામાં આવી છે. આ કપનું આયોજન નેલ્સન મંડેલા ઈન્ટરનેશનલ દિવસના રોજ સેન્ચુરિયનમાં કરવામાં આવશે.

આ નવા ફોર્મટમાં એક મેચમાં બે નહી પણ ત્રણ ટીમો સાથે રમશે. જેમાં 18 ઓવર પછી એક બ્રેક લેવામાં આવશે. આ એક ટૂર્નામેન્ટ નથી પરંતું ફક્ત એક મેચ છે. દરેક ટીમમાં 8 ખેલાડી હશે, કુલ 36 ઓવર ફેકવામાં આવશે. દરેક ટીમને 12 ઓવર રમવા માટે મળશે, જે 6-6 ઓવરમાં વહેચવામાં આવશે. એક ટીમ પહેલા હાફમાં વિરોધી ટીમ સામે રમશે જ્યારે બીજા સાથે બીજા હાફમાં રમશે.

આ મેચના નિયમો

  1. પહેલા હાફમાં ટીમ બેટીંગ બાદ બોલીંગ કરશે અને ત્યારબાદ ડગઆઉટમાં જશે, જેનો ફેસલો ડ્રો દ્વારા કરવામાં આવશે.
  2. બીજા હાફમાં જે ટીમના રન સૌથી વધારે હશે તે પ્રથમ બેટીંગ કરશે. તેમજ સ્કોર ટાઇ થવા પર પ્રથમ હાફનો ઓર્ડર બદવવામાં આવશે.
  3. 7 વિકેટ પડી ગયા બાદ 8માં નંબરનો બેસ્ટ્મેન એકલો પર બેટીંગ કરી શકે છે. પરંતું તે ફક્ત ઇવેન નંબરમાં જ રન બનાવી શકે છે. જોકે જો 7 મી વિકેટ પહેલી ઇનિંગ્સમાં પડી જાય તો 8 માં નંબરનો બેસ્ટ્મેન એકલો રમી શકશે નહી. આ નિયમનો ઉપયોગ કરવા માટે ટીમને બીજી ઇનિગ્સ સુધી 6 નંબરના બેસ્ટ્મેન સુધી વિકેટ બચાવવી પડશે. જો ટીમની 7મી વિકેટ પેલી ઇનિંગ્સમાં જ પડી જશે તો તે ટીમને બીજી ઇનિંગ્સ રમવા મળશે નહી.
  4. દરેક ટીમને રમવા માટે નવો બોલ આપવામાં આવશે જે બોલને ટીમે 12 ઓવર સુધી બન્ને વિરોધી ટીમ સાથે મેચ દરમિયાન ઉપયોગ કરવાનો રહેશે.
  5. દરેક બોલર 3 ઓવર ફેંકી શકશે. 7નંબરનો બેસ્ટ્મેન આઉટ થયા પછી બાકીની ઓવર ડોટ બોલની મદદથી સમાપ્ત થઇ જશે.
  6. આ મેચમાં વાઇડ બોલ, બાઉંસર તેમજ નો-બોલ માટે જે નિયમ છે તે નિયમને બરકરાર રાખવામાં આવ્યો છે.
  7. આ મેચને વાતાવરણ પ્રમાણે ટુંકો પણ કરવામાં આવી શકે છે.
  8. આ મેચમાં સૌથી વધુ રન બનાવનારી ટીમને ગોલ્ડ, બીજા નંબરની ટીમને સિલ્વર અને ત્રીજા નંબરની ટીમને બ્રોન્ઝ મેડલ અપાશે. જો બે ટીમો વચ્ચે ટાઇ થશે તો સુપર ઓવર રમાડવામાં આવશે, અને જો ત્રણેય ટીમોના સ્કોર બરાબર થશે તો ગોલ્ડ શેર કરવામાં આવશે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.