સ્પોટ્સ ડેસ્ક: હિટમેન રોહિત શર્માએ મોટેરા સ્ટેડિયમ વિશે ટ્વીટ કરતા કહ્યું કે, આશ્વર્ચજનક..સ્ટેડિયમના વિશે એટલું સાંભર્યું છે કે, ત્યાં રમવા માટે હવે રાહ નથી જોઇ શકતો.
આ સ્ટેડિયમથી BCCI અધ્યક્ષ સૌરવ ગાંગુલી ઘણા પ્રભાવિત છે. ગાંગુલીએ ટ્વીટ કરતા કહ્યું કે, અમદવાદમાં આટલું મોટું અને શાનદાર સ્ટેડિયમ જોઇને ખુશ થયો છું. એક ખિલાડી, કેપ્ટન તરીકે આ મેદામાં મારી ઘણી યાદો જોડાયેલી છે. સરદાર પટેલ સ્ટેડિયમને 24 ફેબ્રુઆરીએ જોઇને ઉત્સાહિત છું.
-
Looks amazing heard so much about it, can’t wait to play there @BCCI 😁 https://t.co/0bb5rLpSGr
— Rohit Sharma (@ImRo45) February 19, 2020 " class="align-text-top noRightClick twitterSection" data="
">Looks amazing heard so much about it, can’t wait to play there @BCCI 😁 https://t.co/0bb5rLpSGr
— Rohit Sharma (@ImRo45) February 19, 2020Looks amazing heard so much about it, can’t wait to play there @BCCI 😁 https://t.co/0bb5rLpSGr
— Rohit Sharma (@ImRo45) February 19, 2020
ભારતીય ટીમના કોચ રવિ શાસ્ત્રીએ કહ્યું કે, શાનદાર લાગી રહ્યું છે. દરેક ભારતીય ક્રિકેટ પ્રેમી માટે અનોખી પળ છે. વિશ્વ સ્તરીય સુવિધા, 1 લાખ 10 હજાર લોકોની ક્ષમતા.
સરદાર પટેલ સ્ટેડિયમનું પુનર્નિર્માણ કરવામાં આવ્યું છે. સૌથી પહેલા આ સ્ટેડિયમ 1982માં બન્યું હતું. જેમાં ગુજરાત સરકારે 50 એકર જમીન આપી હતી.
ઉલ્લેખનીય છે કે, આ સ્ટેડિયમમાં અંતરરાષ્ટ્રીય મેચોનું આયોજન કરવામાં આવતું હતું. અત્યાર સુધીમાં મોટેરામાં એક ટી 20, 12 ટેસ્ટ અને 24 વનડે ઇન્ટરનેશનલ મેચનું આયોજન કરવામાં આવી ચૂંક્યું છે.