ગાંગુલીએ એક એપ પર પ્રશંસકના સવાલના જવાબ આપતા કહ્યું કે, હું તેને હંમેશા યાદ રાખીશ. હું ત્યારે પાકિસ્તાન સામે રન બનાવી શક્યો ન હતો. એપ્રિલ ફૂલના દિવસે હું ટીમનો કેપ્ટન હતો. મને યાદ પણ ન હતું કે, તે દિવસે એપ્રિલ ફુલ છે તો ખેલાડીઓ મજાક પર કરી શકે છે.
ગાંગુલીએ કહ્યું કે, હું એક પણ રન બનાવી શક્યો ન હતો માટે હું નિરાશ હતો. જ્યારે હું ડ્રેસિંગ રૂમમાં ગયો ત્યારે ટીમના ખેલાડી પણ સાથે આવ્યા સચિન અને હરભજન કહેતા હતા કે, ટીમ વિશે મીડિયામાં જે કહ્યું છે તેનાથી અમે ખુબ નિરાશ છીએ. ગાંગુલીએ કહ્યું કે તે સાંભળ્યી તે કેપ્ટન પદ્દ પરથી રાજીનામું આપવા પણ તૈયાર હતા.
ભારતીય ટીમના પૂર્વ કેપ્ટને કહ્યું કે, મે એ લોકોને કહ્યું કે, જો તમને લાગે કે ટીમ માટે જે રીતે રમ્યો છો હું નિરાશ છું અને મેં કંઇક ખોટું કર્યું છે, તો હું કેપ્ટનશીપમાંથી રાજીનામું આપીશ. આ કહીને હું ખુરશી પર બેઠો. થોડી વાર પછી મેં જોયું કે બધા હસી રહ્યા હતા.
ગાંગુલીએ જણાવ્યું કે, હરભજને ફરી તેમને મજાક વિશે જણાવ્યું હતું. તેમણે કહ્યું કે હું તે સમયે ખુબ નિરાશ હતો. ત્યારે હરભજને કહ્યું કે, એપ્રિલ ફુલગાંગુલીએ કહ્યું કે, આ મજાકે તેમના માટે સારું કામ કર્યું છે અને કહ્યું કે, મારા ખેલાડી મારા વિશે વિચારે છે. હું રન નહોતો કરી શકતો અને એ લોકો ઈચ્છતા હતા કે હું સારું અનુભવું.