ETV Bharat / sports

કોલકાતામાં 7 માર્ચે વડાપ્રધાનની રેલીમાં સૌરવ ગાંગુલી પણ આવે તેવી શક્યતા - latest news on Sourav Ganguly

કોલકાતામાં આગામી 7 માર્ચે વડાપ્રધાન નરેન્દ્ર મોદી એક રેલી યોજશે, જેમાં સૌરવ ગાંગુલી પણ જોડાશે. આ અંગે ભાજપે કહ્યું હતું કે, સૌરવ ગાંગુલીની હાજરી તેમના ઉપર નિર્ભર છે કે તેઓ અહીં આવશે કે નહીં.

કોલકાતામાં 7 માર્ચે વડાપ્રધાનની રેલીમાં સૌરવ ગાંગુલી પણ આવે તેવી શક્યતા

author img

By

Published : Mar 3, 2021, 10:29 AM IST

  • કોલકાતામાં 7 માર્ચે વડાપ્રધાન નરેન્દ્ર મોદી યોજશે રેલી
  • સૌરવ ગાંગુલી પણ રેલીમાં આવે તેવી પૂરેપૂરી શક્યતા
  • અત્યારૈ સૌરવ ગાંગુલી ઘરે આરામ કરી રહ્યા છે

કોલકાતાઃ પશ્ચિમ બંગાળમાં વિધાનસભા ચૂંટણી અંગે રાજકારણ ગરમાયું છે. આ વખતે ચૂંટણીમાં ભાજપ અને ટીએમસી વચ્ચે કાંટે કી ટક્કર જોવા મળે તેવી સંભાવના છે. બંગાળની રાજનીતિ અંગે લાંબા સમયથી અટકળો ચાલી રહી છે કે, પૂર્વ ક્રિકેટર સૌરવ ગાંગુલી ભાજપમાં જોડાઈ શકે છે. હવે કેટલાક લોકો એમ પણ કહે છે કે , કોલકાતામાં આગામી 7 માર્ચે વડાપ્રધાન એક રેલી યોજશે, જેમાં સૌરવ ગાંગુલી પણ જોડાશે. જોકે, ભાજપે આ અંગે જણાવ્યું કે સૌરવ ગાંગુલી રેલીમાં આવશે કે નહીં તે તેમની ઉપર નિર્ભર કરે છે. ભાજપના પ્રવક્તા શમિક ભટ્ટાચાર્યે જણાવ્યું હતું કે, જો તેમનું આરોગ્ય સારું રહ્યું તો તેઓ વડાપ્રધાનની રેલીમાં જોડશે. અત્યારે સૌરવ ગાંગુલી આરામ કરી રહ્યા છે. જો તેઓ રેલીમાં જોડાશે તો ભાજપને પણ ગમશે.

વિધાનસભા ચૂંટણી પહેલા સૌરવ ગાંગુલી રાજનીતિમાં કરી શકે છે પ્રવેશ

આપને જણાવી દઈએ કે, સૌરવ ગાંગુલીને જાન્યુઆરી મહિનામાં હાર્ટ એટેક આવ્યો હતો. ત્યારબાદ તેઓ હોસ્પિટલમાં સર્જરી માટે દાખલ હતા. 31 જાન્યુઆરીએ તેમને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા હતા. જો કે, શું તેઓ વડાપ્રધાનની રેલીમાં જોડાશે કે નહીં તે અંગે તેઓ પોતે નિર્ણય લેશે. અત્યાર સુધી કોઈ વાત કરવામાં નથી આવી. બીજી તરફ એવી અટકળો પણ છે કે, વિધાનસભા ચૂંટણી પહેલા તેઓ રાજનીતિમાં સામેલ થઈ શકે છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.