ભારતના પૂર્વ કેપ્ટન રહેલા ગાંગુલી હવે ભારતીય ક્રિકેટ બોર્ડ(BCCI)ના અધ્યક્ષ બની ગયા છે. અધ્યક્ષ બનતાની સાથે જ ગાંગુલીએ ઈન્ડિયન ક્રિકેટ ટીમમાં બદલાવના સંકેત આપ્યા છે.
ગાંગુલીએ કેપ્ટન વિરાટ કોહલીને લઇને પણ મોટું નિવેદન આપ્યું છે. ગાંગુલીએ વિરાટ કોહલીને ચેમ્પિયન ખેલાડી જણાવ્યાં પરંતુ, તેની સાથે જ તેમણે ઈશારામાં વિરાટને સેમીફાઈનલ અને ફાઈનલ મેચ જીતવા પર ધ્યાન આપવા અંગે કહ્યું છે.
આ પણ વાંચો:ICCનું આયોજન, ટી- 20 પહેલાં ભારત- પાકિસ્તાન વચ્ચે મેચનું ધમાસાણ જોવા મળશે
સૌરવે ભારતીય ટીમની પ્રસંસા કરતા કહ્યું, ભારત એક શ્રેષ્ઠ ટીમ છે. આ ટીમ હંમેશા શ્રેષ્ઠ પ્રદર્શન કરે છે. હું જાણું છું કે, ટીમ ઈન્ડિયા કોઈ મોટી ટૂર્નામેન્ટ જીતી શકી નથી. પરંતુ, તે સેમિફાઈનલ અને ફાઈનલ બાદ કરતાં રમતમાં સારૂં પ્રદર્શન કરે છે. વિરાટ તેને બદલી શકે છે. તે એક ચેમ્પિયન ખેલાડી છે. વિરાટની આગેવાનીમાં ટીમ આક્રમક રીતે રમે છે. પરંતુ, ફાઈનલ મેચમાં ટીમનું પ્રદર્શન વધુ સારૂં નથી જોવા મળતું.
ચેમ્પિયન ટ્રોફી 2017ના ફાઈનલ અને વર્લ્ડ કપ 2019ના સેમીફાઈનલ મેચમાં ભારતીય ટીમને હારનો સામનો કરવા પડ્યો હતો.
સૌરવ ગાંગુલીએ અધ્યક્ષ બનતાની સાથે ફર્સ્ટ ક્લાસ ક્રિકેટમાં સુધારો કરવાનું એલાન કર્યું હતું. અધ્યક્ષ બન્યા બાદ તેમણે કહ્યું હતું, મારી પ્રાથમિક્તા ફર્સ્ટ ક્લાસ ક્રિકેટરોની સંભાળ રાખવાની રહેશે.