સેન્ટ જોન્સ (એન્ટિગા): ક્રિકેટ વેસ્ટઈન્ડીઝ (CWUI)એ અધ્યક્ષ રિકી સ્કિરિટે પોતાની રાષ્ટ્રીય ટીમના મુખ્ય કોચ ફિલ સિમન્સનું સમર્થન કરીને કહ્યું કે, તેમના પદને કોઈ પ્રકારનો ખતરો નથી. કારણ કે, તેમણે પોતાના સસરાના અંતિમ સંસ્કાર માટે પરવાનગી લીધી હતી.
ક્રિકેટ વેસ્ટઈન્ડીઝ બોર્ડના સભ્ય અને બારબાડોસ ક્રિકેટ સંઘ(BCA)ના પ્રમુખ કોન્ડે રીલેએ સિમન્સને ઈંગ્લેન્ડ વિરુદ્ધ શરૂ થનારી ત્રણ ટેસ્ટ મેચની સીરીઝ માટે અયોગ્ય ઠેરવ્યા હતા.
રીલેએ કહ્યું હતું કે, BCA સાથે જોડાયેલા ખેલાડિઓના માતા-પિતા અને સભ્ય મારાથી નારાજ છે. આ પ્રકારનું વર્તન ગેર જવાબદાર અને લાપરવાહી વાળું છે. આનાથી બ્રિટેન પ્રવાસ પર ગયેલા 25 યુવા ખેલાડીઓને જીવ ખતરામાં પડ્યો. જેથી આ વર્તનને સહન કરી શકાય નહીં, પરંતુ CWI પ્રમુખ સ્કિરિટે સ્પષ્ટ કર્યું કે, સિમન્સના પદને કોઈ પ્રકારનો ખતરો નથી.
સ્કિરિટે કોન્ફરેન્સ કોલના માધ્યમથી કહ્યું કે, હું વેસ્ટઈન્ડીઝ ક્રિકેટ પ્રશંસકોને જાણ કરવા માગુ છું કે, ક્રિકેટ વેસ્ટઈન્ડિઝના સિમન્સને સંપૂર્ણ સમર્થન છે.
ઉલ્લેખનીય છે કે, કોરોના વાઇરસના કારણે બંધ થયેલી રમત-ગમત ગતિવિધિઓ બાદ માર્ચથી પ્રથમ આંતરરાષ્ટ્રીય દ્વિપક્ષીય ક્રિકેટ સીરીઝ શરૂ થશે.
કોરોના વાઇરસના કારણે તમામ મેચ દર્શકો વિના રમાડવામાં આવશે. ઈંગ્લેન્ડ અને વેસ્ટઈન્ડીઝ વચ્ચે પ્રથમ મેચ હેમ્પશાયરના એજેસ બાઉલ પર રમાડવામાં આવશે, જ્યારે બીજો મેચ ઓલ્ડ ટ્રેફર્ડ મેદાનમાં રમાડવામાં આવશે.