ETV Bharat / sports

વહાબ રિયાઝની ટેસ્ટ ક્રિકેટમાં વાપસી, અખ્તરે કરી પ્રસંશા, જાણો શું કહ્યું?

author img

By

Published : Jun 16, 2020, 5:21 PM IST

શોએબ અખ્તરે કહ્યું કે, 'વહાબ રિયાઝે ટેસ્ટ ક્રિકેટમાં પાછા ફરવાનો જે નિર્ણય લીધો, હું એની પ્રશંસા કરું છું. વહાબ તું ઇંગ્લેન્ડની પરિસ્થિતિમાં ખૂબ જ સારુ પ્રદર્શન કરીશ. ઇન્શાલ્લાહ...

વહાબ રિયાઝની ટેસ્ટ ક્રિકેટમાં વાપસી, અખ્તરે કરી પ્રસંશા

લાહોર: પાકિસ્તાનના ભૂતપૂર્વ ફાસ્ટ બોલર શોએબ અખ્તરે દેશના ઝડપી અને ઝડપી બોલર વહાબ રિયાઝના ટેસ્ટ ક્રિકેટમાં પાછા ફરવાના નિર્ણયની પ્રશંસા કરી છે. વહાબ ઇંગ્લેન્ડ પ્રવાસ માટે પોતે પોછો ફર્યો છે. પાકિસ્તાને ઇંગ્લેન્ડ ટૂર પર ત્રણ મેચની ટેસ્ટ સિરીઝ અને 3 મેચની ટી-20 શ્રેણી રમવાની છે.

મહત્વનું છે કે, વહાબે મર્યાદિત ઓવરના ક્રિકેટ પર ધ્યાન કેન્દ્રિત કરવા માટે ગત વર્ષે સપ્ટેમ્બરમાં ફર્સ્ટ ક્લાસ ક્રિકેટમાંથી અનિશ્ચિત નિવૃતિ લઈ લીધી હતી. જો કે, તાજેતરમાં જ ઇંગ્લેન્ડ પ્રવાસ માટે પાકિસ્તાનની 29 સભ્યોની ટીમમાં પસંદગી થઈ છે. અખ્તરે મંગળવારે ટ્વિટર પર લખ્યું કે, "ટેસ્ટ ક્રિકેટમાં વહાબ રિયાઝની ઉપલબ્ધી વખાણવા લાયક છે. વહાબ ઇંગ્લેન્ડની પરિસ્થિતિમાં ખૂબ જ સારું પ્રદર્શન કરશે."

  • Really appreciate your decision @WahabViki to make yourself available for Test Cricket. Keeping #Pakistan first.
    You'll do well in English conditions InshAllah.

    — Shoaib Akhtar (@shoaib100mph) June 15, 2020 " class="align-text-top noRightClick twitterSection" data="

Really appreciate your decision @WahabViki to make yourself available for Test Cricket. Keeping #Pakistan first.
You'll do well in English conditions InshAllah.

— Shoaib Akhtar (@shoaib100mph) June 15, 2020 ">

આ અગાઉ વહાબે કહ્યું કે, "મને પાકિસ્તાન ક્રિકેટ બોર્ડનો ફોન આવ્યો અને મને પૂછવામાં આવ્યું કે, જો રિપ્લેસમેન્ટની જરૂર હોય તો તું ટેસ્ટ ક્રિકેટ રમવા માટે ઉપલબ્ધ રઈશ? મેં કોઈ પણ વિલંબ કર્યા વિના હા કહ્યું છે, કારણ કે મારી સૌથી મોટું પ્રાધાન્ય પાકિસ્તાન તરફથી રમવાનું છે."

મહત્વનું છે કે, વહાબ રિયાઝે 2010માં ટેસ્ટ ક્રિકેટમાં ડેબ્યૂ કર્યું હતું. વહાબે ફક્ત 27 ટેસ્ટ રમી છે. જેમાં તેણે 34.50ની સરેરાશથી 83 વિકેટ ઝડપી છે. વહાબે બે વાર એક ઇનિંગ્સમાં જ પાંચ વિકેટ ઝડપી છે. ગયા વર્ષે વહાબને વર્લ્ડ કપ માટે પાકિસ્તાની ટીમમાં સામેલ કરવામાં આવ્યો હતો અને તેણે ટૂર્નામેન્ટમાં સારું પ્રદર્શન કરીને વિશ્વાસ જીત્યો હતો.

લાહોર: પાકિસ્તાનના ભૂતપૂર્વ ફાસ્ટ બોલર શોએબ અખ્તરે દેશના ઝડપી અને ઝડપી બોલર વહાબ રિયાઝના ટેસ્ટ ક્રિકેટમાં પાછા ફરવાના નિર્ણયની પ્રશંસા કરી છે. વહાબ ઇંગ્લેન્ડ પ્રવાસ માટે પોતે પોછો ફર્યો છે. પાકિસ્તાને ઇંગ્લેન્ડ ટૂર પર ત્રણ મેચની ટેસ્ટ સિરીઝ અને 3 મેચની ટી-20 શ્રેણી રમવાની છે.

મહત્વનું છે કે, વહાબે મર્યાદિત ઓવરના ક્રિકેટ પર ધ્યાન કેન્દ્રિત કરવા માટે ગત વર્ષે સપ્ટેમ્બરમાં ફર્સ્ટ ક્લાસ ક્રિકેટમાંથી અનિશ્ચિત નિવૃતિ લઈ લીધી હતી. જો કે, તાજેતરમાં જ ઇંગ્લેન્ડ પ્રવાસ માટે પાકિસ્તાનની 29 સભ્યોની ટીમમાં પસંદગી થઈ છે. અખ્તરે મંગળવારે ટ્વિટર પર લખ્યું કે, "ટેસ્ટ ક્રિકેટમાં વહાબ રિયાઝની ઉપલબ્ધી વખાણવા લાયક છે. વહાબ ઇંગ્લેન્ડની પરિસ્થિતિમાં ખૂબ જ સારું પ્રદર્શન કરશે."

  • Really appreciate your decision @WahabViki to make yourself available for Test Cricket. Keeping #Pakistan first.
    You'll do well in English conditions InshAllah.

    — Shoaib Akhtar (@shoaib100mph) June 15, 2020 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

આ અગાઉ વહાબે કહ્યું કે, "મને પાકિસ્તાન ક્રિકેટ બોર્ડનો ફોન આવ્યો અને મને પૂછવામાં આવ્યું કે, જો રિપ્લેસમેન્ટની જરૂર હોય તો તું ટેસ્ટ ક્રિકેટ રમવા માટે ઉપલબ્ધ રઈશ? મેં કોઈ પણ વિલંબ કર્યા વિના હા કહ્યું છે, કારણ કે મારી સૌથી મોટું પ્રાધાન્ય પાકિસ્તાન તરફથી રમવાનું છે."

મહત્વનું છે કે, વહાબ રિયાઝે 2010માં ટેસ્ટ ક્રિકેટમાં ડેબ્યૂ કર્યું હતું. વહાબે ફક્ત 27 ટેસ્ટ રમી છે. જેમાં તેણે 34.50ની સરેરાશથી 83 વિકેટ ઝડપી છે. વહાબે બે વાર એક ઇનિંગ્સમાં જ પાંચ વિકેટ ઝડપી છે. ગયા વર્ષે વહાબને વર્લ્ડ કપ માટે પાકિસ્તાની ટીમમાં સામેલ કરવામાં આવ્યો હતો અને તેણે ટૂર્નામેન્ટમાં સારું પ્રદર્શન કરીને વિશ્વાસ જીત્યો હતો.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.