હૈદરાબાદ: આપને જણાવી દઈએ કે, BCCI અધ્યક્ષ સૌરવ ગાંગુલીનો કાર્યકાળ 27 જુલાઈના રોજ પુર્ણ થાય છે. જ્યારે જય શાહને પણ રાહત મળવાની આશા છે. BCCIના બંધારણ અનુસાર રાજ્ય સંધ કે બોર્ડમાં 6 વર્ષના કાર્યકાળ બાદ 3 વર્ષના કૂલિંગ ઓફ પરિયડ પર જવું ફરજિયાત છે.
ગાંગુલી અને શાહે ગત્ત વર્ષ ઓક્ટોમ્બર મહિનામાં પદ સંભાળ્યું હતુ, ત્યારે હવે તેના કાર્યકાળના માત્ર 9 મહિના વધ્યા છે. આ વચ્ચે BCCIએ 21 એપ્રિલના સર્વોચ્ચ અદાલતમાં અરજી દાખલ કરી શાહ અને ગાંગુલીના કાર્યકાળને વધારવાની માગ કરી હતી.
ગાંગુલી BCCIના અધ્યક્ષ બન્યા પહેલા 2015 થી 2017 સુધી બંગાળ ક્રિકેટ સંધના અધ્યક્ષ રહી ચૂક્યા છે. આ પહેલા તે 2014માં કૈબના સંયુક્ત સચિવ પણ રહ્યા હતા. ગાંગુલીએ ઓક્ટોમ્બર 2019માં BCCI અધ્યક્ષનો પદભાર સંભાળ્યો હતો.
જ્યારે જય શાહ પણ BCCI સચિવ પહેલા ગુજરાત ક્રિકેટ સંધ સાથે જોડાયેલા હતા. તેને ધ્યાનમાં રાખીને બોર્ડે BCCI અધિકારીઓને રાહત આપવા અરજી કરી હતી.
બિહાર ક્રિકેટ સંધના સચિવ આદિત્ય વર્માએ કહ્યું કે, ભારતીય ક્રિકેટ બોર્ડ BCCIના અધ્યક્ષ સૌરવ ગાંગુલી અને સચિવ જય શાહનો કાર્યકાળ અવધિને દૂર કરવાના મુદ્દા પર, જ્યારે સુપ્રીમ કોર્ટ સુનાવણી માટે આવશે, ત્યારે તેમના વકીલ તેનો વિરોધ કરશે નહીં.
વર્મા 2013 સ્પૉટ ફિક્સિંગ મામલે મુખ્ય અરજીકર્તા છે. ત્યારબાદ સુપ્રીમ કોર્ટે લોઢા પેનલનું ગઠન કર્યું હતુ. જેમની ભલામણો પર દુનિયાના સૌથી ધની બોર્ડના બંધારણમાં સુધારા કરવામાં આવ્યા હતા. BCCIના નવા બંધારણ મુજબ રાજ્યના સંગઠન અથવા બોર્ડમાં છ વર્ષના ગાળા બાદ 3 વર્ષ માટે કૂલિંગ ઓફ પીરિયડ પર જવું ફરજિયાત છે.