મેલબર્નઃ ઓસ્ટ્રેલિયાના દિગ્ગજ સ્પિનર શેન વોર્ને સોમવારે તેના કમાન હરીફ સચિન તેંડુલકરને કોઇપણ પરીસ્થિતિમાં સારી બેંટિગ કરી શકે તેવો બેસ્ટ્મેન તેમજ તેના પૂર્વ કેપ્ટન સ્ટીવ વૉને મેચ વિનરના બદલે મેચ બચાવનારો ખેલાડી ગણાવ્યો હતો.
દિગ્ગજ સ્પિનર વોર્ને ઇંસ્ટાગ્રામ લાઇવ પર પોતાના ચાહકો સાથે વાત કરતા જણાવ્યું હતું કે, જો મારે એવો બેસ્ટ્મેન પસંદ કરવાનો હોય કે જે કોઇ પણ પરીસ્થિતિમાં સારી બેટિંગ કરી શકે તો તેમાં તેંડુલકર તેમજ લારા બન્નેમાંથી જ કોઇપણ એક હશે. પરંતુ હુ તે બન્ને માથી તેંડુલકરને વધારે પસંદ કરીશ. તેમજ તેમણે વધુમાં કહ્યું કે, જો અમારે ટેસ્ટ મેંચના છેલ્લા દિવસે 400 રનનો પીછો કરવાનો હોય તો હું લારાને પસંદ કરી.
તેંડુલકરે ભારત તરફથી વિશ્વ રેકોર્ડ 200 ટેસ્ટ મેંચ રમ્યા છે. જેમાં તેમણે 53.78 ની સરેરાશથી 15,921 રન બનાવ્યા છે, જ્યારે 463 વન-ડે માં તેણે 44.83 ની સરેરાશથી 18,426 રન બનાવ્યા હતા. જ્યારે લારાની વાત કરવામાં આવે તો લારાએ 131 ટેસ્ટ મેંચમાં 11,953 રન તેમજ 299 વન-ડેમાં 10,405 રન બનાવ્યા છે. જ્યારે વોર્નને તેના પૂર્વ કેપ્ટન સ્ટીવ વૉ વિશે પૂછવામાં આવ્યું ત્યારે તેણે કહ્યું કે તે એવો ખેલાડી છે જે ટીમને મુશ્કેલીની પરીસ્થિતિમાં બહાર કાઢી શકે છે. તેમજ તે મેચ વિનર ના બદલે મેચ બચાવનારો ખેલાડી હતો.
ઉપરાંત વોર્ને તેની ઓલટાઇમ ઓસ્ટ્રેલિયન ટેસ્ટ ટીમમાં પણ સ્ટીવ વૉનો સમાવેશ કર્યો છે. તેમજ તે ટીમમા એલન બૉર્ડરને કેપ્ટનશીપ સોંપી છે. વોર્ને કહ્યું કે, મે ખાલી એ જ ખેલાડીને ટીમમાં પસંદ કર્યા છે જેની સાથે હુ રમ્યો છું. આ કારણે જ ડેવિડ વૉર્નરનો આ ટીમમાં સમાવેશ કર્યો નથી. વોર્ને બનાવેલી ઓલટાઇમ ટેસ્ટ ટીમમાં મેથ્યૂ હેડન, માઇકલ સ્લેટર, રિકી પોન્ટીગ, માર્ક વૉ, બૉર્ડર, સ્ટીવ, એડમ ગિલ્ક્રિસ્ટ, ગ્લેન મેકગ્રા, જેસન ગેલેસ્પી, તેમજ બ્રૂસ રીડનો સમાવેશ કર્યો છે.