મુંબઈઃ ભારતના સ્ટાર ક્રિકેટ બેટ્સમેન રોહિત શર્માએ કહ્યું હતું કે, તે ક્રિકેટ રમવા ખૂબ જ આતુર છે. બાકી લોકોની જેમ રોહિત પણ પોતાના પરિવાર સાથે ઘરમાં બંધ છે. કોરોના વાઈરસના સંક્રમણના પગલે ભારત સરકારે 21 દિવસનું લોકડાઉન જાહેર કર્યુ છે. રોહિતએ કહ્યું કે,તે આ સમયે પોતોને ફિટ રાખવા સીડી ઊતરવાનું અને ચઢવાનું કામ કરી રહ્યો છે.
રોહિત શર્માએ ઈન્સટાગ્રામ પર ઈંગ્લેન્ડના પૂર્વ કેપ્ટન કેવીન પીટરસન સાથે વાાતચીતમાં કહ્યું હતું કે, પોતાને ફિટ રાખવું ખૂબ જ મુશ્કેલ છે. હું જે બિલ્ડિંગમાં રહું છું, એ 54 માળની છે. અમે બધી ઇન્ડોર અને આઉટડોર પ્રવૃત્તિઓ બંધ કરી દીધી છે. આવી સ્થિતિમાં, હું સીડી પર ચઢવાનું અને ઉતરવાનું કામ કરી રહ્યો છું, તે ઉપરાંત હું કેટલીક કસરતો પણ કરી રહ્યો છું.
આ ઉપરાંત રોહિત શર્માએ ઈન્સટાગ્રામ પર ભારતીય લેગ સ્પિનર યુઝવેન્દ્ર ચહલ સાથે પણ વાતચીત કરી હતી. રોહિતે કહ્યું હતું કે, સ્વાભાવિક પણે ક્રિકેટને મિસ કરી રહ્યો છું. હું છેલ્લા બે મહિનાથી ઇજાગ્રસ્ત હતો. હવે ક્રિકેટ રમવા આતુર છું.
રોહિત ન્યૂઝીલેન્ડ પ્રવાસ દરમિયાન ઇજાગ્રસ્ત હોવાથી વન ડે અને ટેસ્ટ શ્રેણીમાં રમી શક્યો ન હતો. રોહિત શર્મા IPLમાં કમબેક કરશે, પરંતુ કોરોના વાઈરસના કારણે સમગ્ર વિશ્વમાં મહામારી સર્જાઈ છે. જેથી IPLની 13મી સિઝન હાલ પૂરતી મોકૂફ રાખવામાં આવી છે.