આ કારણે રોહિતને મળ્યો એવોર્ડ
રોહિત શર્માએ ગત વર્ષે વન ડે ક્રિકેટમાં સૌથી વધારે રન બનાવ્યા હતાં. 2019માં વન ડેની 27 ઇનિંગ્સમાં રોહિતે 57.30ની એવરેજથી સૌથી વધારે 1490 રન બનાવ્યા હતાં. ગત વર્ષે રોહિત શર્માએ 7 શતક અને 6 અર્ધ શતક ફટકાર્યા હતાં. જ્યારે 2019 વર્લ્ડકપમાં 5 શતક ફટકાર્યા હતાં. રોહિતના આ રેકોર્ડને ધ્યાનમાં રાખીને ગત વર્ષે તેને વર્ષના બેસ્ટ ખેલાડી તરીકે પસંદ કરાયો છે.
સારી ખેલભાવના બદલ કોહલીને મળ્યો એવોર્ડ
વિરાટ કોહલીને ઓસ્ટ્રેલિયા વિરૂદ્ધ મેચ સમયે ખેલ ભાવના બતાવતા સમ્માનિત કર્યો હતો. જેમાં બોલ ટેમ્પરીંગની સજાનો ભોગ બનેલા સ્મિથને દર્શકોના હુટિંગનો સામનો કરવો પડ્યો હતો, ત્યારબાદ ભારતીય કેપ્ટને આગળ આવી અને તેની સારી રમતને લઇને તાળીઓ પાડી સ્મિથનો ઉત્સાહ વધારવા દર્શકોને આહવાન કર્યુ હતું.
જાણો, ક્યા ખેલાડીને ક્યો એવોર્ડ મળ્યો
- અંપાયર ઓફ ધ યર : રિચર્ડ ઇલિંગવર્થ
- વન ડે ક્રિકેટર ઓફ ધ યર : રોહિત શર્મા
- 2019 સ્પિરિટ ઓફ ક્રિકેટ એવોર્ડ : વિરાટ કોહલી
- T20 પરફોર્મન્સ ઓફ ધ યર : દીપક ચહર
- ટેસ્ટ ક્રિકેટર ઓફ ધ યર : પેટ કમિંન્સ
- ઇમર્જિંગ ક્રિકેટર ઓફ ધ યર : માર્નસ લાબુશાને
- અસોસિએટ ક્રિકેટર ઓફ ધ યર : કાઇલ કોટજર
- સર ગેરફીલ્ડ સોબર્સ ટ્રોફી : બેન સ્ટોક્સ