ઇશાંત શર્મા (78 રને નવ વિકેટ), ઉમેશ યાદવ ( 82 રનમાં આઠ વિકેટ) અને મોહમ્મદ શમી ( 78 રન પર આપીને બે વિકેટ) એમ તમામે પોતાનું શાનદાર પ્રદર્શન દેખાડ્યું હતું.
ઈડન ગાર્ડન્સમાં ભારતની સરળ જીત પછી શાસ્ત્રીએ કહ્યું, 'તે શિસ્ત અને જીતવાની ભૂખને કારણે છે. તેઓ સમજે છે કે, એકબીજાને ટેકો આપવો અને સાથે બોલિંગ કરવું કેટલું મહત્વનું છે. આ રીતે તમે દબાણ બનાવી શકો છો અને વિકેટ મેળવી શકો છો. ભારતીય ટીમના ખેલાડીઓ જાણે છે કે, તેઓ કદાચ વિશ્વની શ્રેષ્ઠ ટીમ છે.
શાસ્ત્રીએ કહ્યું કે, ભારતના વર્તમાન ફાસ્ટ બોલરોએ સખત મહેનત કરી છે. તેમણે કહ્યું, ‘તેઓ થોડા સમય માટે સાથે હતા અને તેઓ જાણે છે કે, સફળતા માટે કોઈ શોર્ટકટ નથી. વ્યક્તિગત ખેલાડીઓ મેચ જીતી શકતા નથી અને તેઓ આ જાણે છે.
ભારતીય કોચે બાંગ્લાદેશને સલાહ પણ આપી હતી કે, જો તેઓ વિદેશમાં સફળ થવું હોય તો ભારત જેવા મજબૂત ઝડપી બોલિંગની જરૂર છે.