રાજકોટ : રણજી ટ્રોફીની ફાઈનલમાં સૌરાષ્ટ્રનો સામનો બંગાળ સામે થશે. બંગાળે ઈડન ગાર્ડન સ્ટેડિયમમાં રમાયેલી સેમીફાઈનલ મેચમાં કર્ણાટકને 174 રનથી હાર આપી ફાઈનલમાં પ્રવેશ કર્યો હતો. ફાઈનલ 9 માર્ચથી રમાશે.
સૌરાષ્ટ્રે પોતાની પ્રથમ ઇનિંગમાં 304 રનનો સ્કોર બનાવ્યો હતો અને બાદમાં ગુજરાતની ટીમ પ્રથમ ઇનિંગમાં 252 રનમાં ઓલઆઉટ થઇ ગઇ હતી. જેના કારણે સૌરાષ્ટ્રને 52 રનની લીડ મળી હતી. સૌરાષ્ટ્રે બીજી ઇનિંગમાં 274 રનનો સ્કોર બનાવ્યો હતો અને ગુજરાત સમક્ષ જીત માટે 327 રનનો ટાર્ગેટ આપ્યો હતો.
28 વર્ષના ઉનડકડે રણજી ટ્રોફીની આ સીઝનમાં અત્યાર સુધીમાં 65 વિકેટ ઝડપી છે. જે રણજી ટ્રોફીની સીઝનમાં ફાસ્ટ બોલર દ્વારા ઝડપેલી સૌથી વધુ વિકેટ છે. આ સાથે તેમણે ડોડા ગણેશનો રેકોર્ડને પાછળ છોડ્યો છે. ફાસ્ટ બોલર ડોડાએ 1998-99માં રણજી ટ્રોફી સીઝનમાં સૌથી વધુ 62 વિકેટ લીધી હતી.