MPCAના આજીવન સભ્ય સંજીવ ગુપ્તાએ દ્રવિડ વિરુદ્ધ રાષ્ટ્રીય ક્રિકેટ એકેડમી (NCA)ના પ્રમુખ તરીકે હાલની ભૂમિકા અને ઈન્ડિયા સિમેન્ટના કર્મચારી હોવા તરીકે હિતના ટકરાવ થયા હોવાની ફરીયાદ નોંધાવી હતી. જૈને કહ્યું કે, 'સુનાવણી પૂર્ણ થઈ છે, હવે આ મુદ્દે નિર્ણય ટૂંક સમયમાં આવી શકે છે'
ભૂતપૂર્વ ભારતીય કેપ્ટન દ્રવિડે 26 સપ્ટેમ્બરના રોજ મુંબઈમાં થયેલી વ્યક્તિગત સુનાવણીમાં પોતાનો પક્ષ રાખ્યો હતો. જો કે, કન્ડક્ટ અધિકારીએ સોમવારના રોજ બીજી વખત દ્રવિડને આવવાનું કહ્યુ.
NCAના પ્રમુખની રજૂઆત તેમના વકીલ દ્વારા કરવામાં આવી હતી. બોર્ડના અધિકારીએ કહ્યું કે, "BCCIના વકીલ અને ફરિયાદી ગુપ્તાના પક્ષને પણ સાંભળવામાં આવ્યા"