ETV Bharat / sports

ભારત-ન્યૂઝીલેન્ડ ટેસ્ટ સીરિઝઃ પૃથ્વી, શુભમનની એન્ટ્રી, રોહિત શાર્મા ઈજાને કારણે બહાર - ભારતની વનડે ટીમ

BCCIએ ન્યૂઝીલેન્ડ સામેની ટેસ્ટની સીરિઝ માટે 16 સદસ્યની ટીમ જાહેર કરી છે. જેમાં પૃથ્વી શોની વાપસી થઈ છે. તેમજ ઇશાંત શર્મા અને જસપ્રીત બુમરાહ પણ ટેસ્ટ ટીમનો ભાગ બન્યાં છે.

etv bharat
etv bharat
author img

By

Published : Feb 4, 2020, 10:28 AM IST

સ્પોર્ટ્સ ડેસ્ક: BCCIએ ન્યૂઝીલેન્ડ સામેની બે ટેસ્ટની સીરિઝ માટે 16 સદસ્યની ટીમ જાહેર કરી છે. જેમાં પૃથ્વી શોની વાપસી થઈ છે. તેમજ ઇશાંત શર્મા અને જસપ્રીત બુમરાહ પણ ટેસ્ટ ટીમનો ભાગ બન્યાં છે. જ્યારે બીજી તરફ વનડે ટીમમાં ઇજગ્રસ્ત રોહિત શર્માની જગ્યાએ મયંક અગ્રવાલને સામેલ કરવામાં આવ્યો છે. એટલે કે રોહિત શર્મા ટેસ્ટ સીરિઝથી બહાર થઈ ગયો છે.

ટેસ્ટ શેડયૂલ
ટેસ્ટ શેડયૂલ

મહત્વનું છે કે, રોહિતને અંતિમ T-20માં પગના સ્નાયુની ઇજા થઇ હતી. જેમાં રોહિતે કરિયરની 21મી ફિફટી મારી હતી, પરંતુ ઇજાના લીધે દોડવામાં તકલીફ પડતી હોવાથી 60 રને રિટાયર્ડ હર્ટ થયો હતો. આ અંગે BCCIના એક અધિકારીએ કહ્યું કે, "રોહિત ઇજાના લીધે કિવિઝ સામેની વનડે અને ટેસ્ટ સીરિઝમાં રમી શકશે નહીં."

બીજી તરફ ઇશાંત શર્માની ટેસ્ટ ટીમમાં વાપસી થઈ છે, પરંતુ ઇશાંતે પ્રથમ ટેસ્ટ પહેલા ફિટનેસ ટેસ્ટ પાસ કરવો પડશે. તો આ તરફ નવદીપ સૈની ભારત માટે ટેસ્ટમાં ડેબ્યુ કરી શકે છે. આ ઉપરાંત ટીમમાં મોહમ્મદ શમી, બુમરાહ અને ઉમેશ યાદવ જેવા અનુભવી ફાસ્ટ બોલર્સ છે.

ભારતની ટેસ્ટ ટીમ:

વિરાટ કોહલી (કેપ્ટન), મયંક અગ્રવાલ, પૃથ્વી શો, શુભમન ગિલ, ચેતેશ્વર પૂજારા, અજિંક્ય રહાણે, હનુમા વિહારી, રિદ્ધિમાન સાહા (વિકેટકીપર), રૂષભ પંત, આર. અશ્વિન, આર.જાડેજા, જસપ્રિત બુમરાહ, ઉમેશ યાદવ, મોહમ્મદ. શમી, નવદીપ સૈની અને ઇશાંત શર્મા

ભારતની વનડે ટીમ:

વિરાટ કોહલી (કપ્તાન), મયંક અગ્રવાલ, પૃથ્વી શો, કેએલ રાહુલ, શ્રેયસ ઐયર, મનીષ પાંડે, ઋષભ પંત (વિકેટકીપર), શિવમ દુબે, કુલદીપ યાદવ, યુઝવેન્દ્ર ચહલ, રવિન્દ્ર જાડેજા, જસપ્રિત બુમરાહ, મોહમ્મદ શમી, નવદીપ સૈની , શાર્દુલ ઠાકુર અને કેદાર જાધવ

ન્યૂઝીલેન્ડ પ્રવાસ: વનડે શેડ્યૂલ

  1. પ્રથમ વનડે: હેમિલ્ટન - 5 ફેબ્રુઆરી
  2. બીજી વનડે: ઑકલેન્ડ - 8 ફેબ્રુઆરી
  3. ત્રીજી વનડે: માઉન્ટ માઉગાનુઈ- 11 ફેબ્રુઆરી

ન્યૂઝીલેન્ડ પ્રવાસ: ટેસ્ટ શેડ્યૂલ

  1. પ્રથમ ટેસ્ટ: વેલિંગ્ટનઃ 21-25 ફેબ્રુઆરી
  2. બીજી ટેસ્ટ: ક્રિસ્ટચર્ચઃ 29 ફેબ્રુઆરી- 4 માર્ચ

Intro:Body:Conclusion:
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.