વર્લ્ડ કપ ટીમમાંથી બહાર થયા બાદ ધવને એક વીડિયો ટ્વિટ કર્યો છે. ધવનના આ ટ્વિટને PM મોદીએ રિટ્વિટ કર્યુ છે. PM નરેન્દ્ર મોદીએ ભારતીય ક્રિકેટ ટીમના ખેલાડી શિખર ધવનને સ્વસ્થ થવાની શુભકામના પાઠવી છે. તેમણે લખ્યુ કે, પ્રિય ધવન, એમાં કોઈ શંકા નથી કે પિચ તમને યાદ કરશે. પરંતુ મને આશા છે કે, તુ જલ્દી સ્વસ્થ થઈ ફરી મેદાનમાં પરત ફરશો.
ધવન 5 જૂન ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ રમાયેલી મેચમાં પૈટ કમિંસના બોલ પર અંગુઠામાં ઈજા થઈ હતી. આ મેચમાં ધવને 109 બોલ પર 117 રન ફટકાર્યા હતા. ICCએ યુવા ખેલાડી ઋષભ પંતને ટીમમાં સામેલ કરવાની અપીલ કરી હતી. અંતે શિખર ધવનની જગ્યાએ ઋષભ પંતને ટીમમાં સામેલ કરવામાં આવ્યો છે.