- વિશ્વના સૌથી મોટા સ્ટેડિયમ નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે ચાલી રહી છે ટેસ્ટ મેચ
- ઈંગ્લેન્ડની ટીમ પ્રથમ ઈનીગ્સમાં 112 રનમાં ઓલઆઉટ
- અક્ષર પટેલે લીધી 6 અને અશ્વિને 3 વિકેટ ઝડપી
અમદાવાદઃ વિશ્વના સૌથી મોટા સ્ટેડિયમ નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં આજથી ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે ટેસ્ટ મેચ શરૂ થઈ છે. ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે ચાલી રહેલી ટેસ્ટ સીરીઝની આ ત્રીજી ટેસ્ટ મેચ છે, આ ટેસ્ટ ડે-નાઈટ છે, જે પિંક બોલથી રમાઈ રહી છે. ઈગ્લેન્ડની ટીમે ટોસ જીતીને પ્રથમ બેટીંગ કરવાનો નિર્ણય કર્યો હતો. જોકે, ભારતીય બોલરો સામે ઈંગ્લેન્ડના એક પણ ખેલાડી વધુ સમય ટકી શક્યો ન હતો. ઈંગ્લેન્ડની ટીમ પ્રથમ ઈનીગ્સમાં માત્ર 112 રનમાં ઓલ આઉટ થઈ ગઈ હતી. અક્ષર પટેલે 6 વિકેટ લીધી હતી. પ્રથમ દિવસના અંતે ભારતનો સ્કોર 99 રનમાં 3 વિકેટ છે.
ઈગ્લેન્ડ તરફથી સૌથી વધુ રન જેક ક્રાઉલીએ બનાવ્યા
ઈંગ્લેન્ડની પ્રથમ વિકેટ માત્ર 2 રનમાં જ પડી ગઈ હતી. સિબલના રૂપમાં પ્રથમ વિકેટ પડી હતી. ત્યારબાદ ટીમના 27 ના સ્કોર પર બેયસ્ટોની વિકેટ પડી હતી. જોકે, ત્યારબાદ રૂટ અને ક્રાઉલીએ ત્રીજી વિકેટ માટે 47 રનની ભાગીદારી કરીને ઈગ્લેન્ડને થોડી મજબુતી આપી હતી. પરંતું આ ભાગીદારીને પણ ઓફ સ્પિનર અશ્વિને રૂટને આઉટ કરીને તોડી હતી. રૂટે 37 બોલમાં 2 ચોગ્ગાની મદદથી 17 રન બનાવ્યા હતા. ઈગ્લેન્ડ તરફથી સૌથી વધુ રન જેક ક્રાઉલીએ બનાવ્યા હતા. ક્રાઉલીએ 84 બોલ પર 10 ચોગ્ગાની મદદથી 53 રન બનાવી તેના કરીયરની ચોથી અડધી સદી ફટકારી હતી. ઈંગ્લેન્ડના ત્રણ બેસ્ટ્મેન ખાતુ પણ ખોલી શક્યા ન હતા.
અક્ષર પટેલે સૌથી વધુ વિકેટ ઝડપી
ભારત તરફથી સૌથી વધુ વિકેટ અક્ષર પટેલે 6 વિકેટ લીધી હતી. તેમજ અશ્વિને ત્રણ અને ઈશાંત શર્માએ એક વિકેટ લીધી છે. નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ભારતીય ટીમની ઐતિહાસીક શરૂઆત થઈ છે. ભારતીય ટીમે ઈગ્લેન્ડની ટીમને માત્ર 112 રનમાં ઓલ આઉટ કરી દીધી છે. ઈગ્લેન્ડની ટીમ ફક્ત 48.4 ઓવર જ રમી શકી.
ભારતની પણ 3 વિકેટ પડી
ઈગ્લેન્ડને 112 રનમાં ઓલઆઉટ કર્યા બાદ ભારતની પણ પ્રથમ ઈનીગ્સમાં 99 રનમાં 3 વિકેટ પડી હતી. ભારત તરફથી શુભમન ગીલ અને રોહિત શર્માએ ઈનીગ્સની શરૂઆત કરી હતી. જોકે, શુભમન ગીલ માત્ર 11 રન બનાવીને આઉટ થયો હતો. જ્યારે રોહિત શર્મા 57 રને અણનમ છે. ગીલના આઉટ થયા બાદ પૂજારા પણ જલદી જ આઉટ થયો હતો. પુજારા ખાતુ પણ ખોલી શક્યો ન હતો. કેપ્ટન વિરાટ કોહલી 27 રન બનાવીને આઉટ થયો હતો. દિવસના અંતે રોહિત શર્મા 57 રને અને રહાને 1 રને રમતમાં છે. ભારતનો સ્કોર હાલ 99 રનમાં 3 વિકેટ છે.
ઈંગ્લેન્ડના બેસ્ટમેનોનો સ્કોર આ પ્રમાણે છે
- ડોમ સિબલીઃ 0 રન
- જોની બેયરસ્ટોઃ 0 રન
- જો રૂટઃ 17 રન
- જેક ક્રાઉલીઃ 53 રન
- ઓલી પોપઃ 1 રન
- બેન ફોક્સઃ 12 રન
- બેન સ્ટોક્સઃ 6 રન
- જોર્ફા આર્ચરઃ 11 રન
- જેક લીચઃ 3 રન
- સ્ટુઅર્ટ બ્રોર્ડઃ 3 રન
- એન્ડરશનઃ 0 રન (નોટ આઉટ)