- બિહારના ઉર્જા સ્ટેડિયમમાં બિહાર કિક્રેટ લીગની મેચ રમાઇ રહી છે
- પટના પાઇલટ્સના સમર કાદરીને મેન ઓફ ધ મેચનો ખિતાબ મળ્યો
- ભાગલપુર બુલ્સે પ્રથમ બેટિંગ કરી 20 ઓવરમાં 149/9 રન બનાવ્યા હતા
પટના: ઉર્જા સ્ટેડિયમમાં બિહાર કિક્રેટ લીગની મેચ રમાઇ રહી છે. ટુર્નામેન્ટના છઠ્ઠી અને દિવસની બીજી મેચમાં સોમવારે પટના પાઇલટ્સની ટીમે ભાગલપુર બુલ્સને 2 વિકેટથી હરાવીને પ્રથમ વિજય મેળવ્યો હતો. આ મેચમાં પટના પાઇલટ્સના સમર કાદરી (4 ઓવર, 25 રન, 2 વિકેટ)ને મેન ઓફ ધ મેચનો ખિતાબ મળ્યો હતો. પટના પાઇલટ્સની ટીમે ટોસ જીતીને પહેલા ફિલ્ડિંગ કરવાનો નિર્ણય કર્યો હતો અને ભાગલપુર બુલ્સને બેટિંગ કરવા જણાવ્યું હતું.
આ પણ વાંચો: બિહારમાં ક્રિકેટને પ્રોત્સાહન આપવા માટે બીસીએલનું આયોજન
ભાગલપુર બુલ્સે પ્રથમ બેટિંગ કરી
ભાગલપુર બુલ્સે પ્રથમ બેટિંગ કરતા 149 રન બનાવ્યા હતા. ભાગલપુર બુલ્સે પ્રથમ બેટિંગ કરી 20 ઓવરમાં 9 વિકેટે 149 રન બનાવ્યા હતા. તેમાં રહમતુલ્લાએ અણનમ રહી 63 રન બનાવ્યા હતા. જેમાં તેમણે 44 બોલમાં રમીને 7 ચોગ્ગા અને 2 છગ્ગાની મદદથી રન બનાવ્યા હતા. ભાગલપુર બુલ્સની આ ઇનિંગમાં પટના પાઇલટ્સના બોલરો દ્વારા 7 વધારાના રન પણ આપવામાં આવ્યા હતા. પટના પાઇલટ્સની સમર કાદરીની 2 વિકેટ ઉપરાંત અનિમેશકુમાર, મોહિત કુમાર, સકીબુલ ગની અને રશ્મીકાંત રંજનએ એક-એક વિકેટ લીધી હતી.
આ પણ વાંચો: બિહાર ક્રિકેટ લીગમાં અંગિકા એવેન્જર્સે જીત મેળવી, સુફિયાં આલમ મેન ઓફ ધ મેચ
સાંજે 6 વાગ્યે ગયા ગ્લેડીયેટર્સ સામે અંગિકા એવેન્જર્સ રમશે
આ મેચમાં આજે મંગળવારે બે મેચ યોજાશે. ફિલ્ડ અમ્પાયર અતનુ સરકાર (CAB) અને પ્રશાંત ઘોષ (CAB) જ્યારે, થર્ડ અમ્પાયર તરવિંદર સિંહ (CBA) અને મેચ રેફરી રવિશંકર સિંહ હતા. 23 માર્ચ, મંગળવારે પ્રથમ મેચ બપોરે 2 વાગ્યે પટના પાઇલટ્સ સામે દરભંગા ડાયમંડ્સ અને સાંજે 6 વાગ્યે ગયા ગ્લેડીયેટર્સ સામે અંગિકા એવેન્જર્સ રમશે.