- ક્રિકેટ પ્રેમીઓ માટે આજનો દિવસ ખૂબ જ યાદગાર
- શેર એ બંગાલ સ્ટેડિયમમાં સચિને તેંડુલકરે બનાવી હતી 100મી સદી
- વર્ષ 2012માં એશિયા કપ દરમિયાન સચિને બનાવ્યો હતો આ રેકોર્ડ
આ પણ વાંચોઃ ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચેની ત્રીજી ટી20 મેચમાં રોહિત શર્મા પરત ફરી શકે છે
હૈદરાબાદઃ મંગળવારનો દિવસ ભારતવાસીઓ માટે અને ક્રિકેટ પ્રેમીઓ માટે ખૂબ જ યાદગાર દિવસ છે. કારણ કે, આજના જ દિવસે ભારતીય ક્રિકેટ ટીમના ક્રિકેટર સચિન તેંડુલકરે વર્ષ 2012માં એશિયા કપ દરમિયાન બાંગ્લાદેશ સામે પોતાની 100મી સદી ફટકારી હતી. આ મેચ શેર એ બંગાલ સ્ટેડિયમમાં રમાઈ રહી હતી. બાંગ્લાદેશની ધરતી પર જ એશિયા કપ દરમિયાન મીરપુરના મેદાનમાં સચિન તેંડુલકરે 100મી સદી ફટકારી નવો જ રેકોર્ડ બનાવ્યો હતો.
આ પણ વાંચોઃ રોડ સેફ્ટી વર્લ્ડ સિરીઝની સેમિફાઈનલમાં પહોંચ્યું દક્ષિણ આફ્રિકા
સચિને 147 બોલમાં 114 રન બનાવ્યા હતા
એશિયા કપ દરમિયા ભારત અને બાંગ્લાદેશ વચ્ચે રમાયેલી મેચમાં ભારતે 289 રન બનાવ્યા હતા. તેમાંથી સચિન તેંડુલકરે 147 બોલમાં 114 રન બનાવ્યા હતા. આ સાથે જ તેમણે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં 100 સદી ફટકારવાનો રેકોર્ડ બનાવ્યો હતો. આ અભૂતપૂર્વ ઈનિંગમાં સચિને 12 ચોગ્ગા અને એક છગ્ગો માર્યો હતો.