સાઉથૈમ્પટન: ઓલરાઉન્ડર બેન સ્ટોક્સ વ્યક્તિગત કારણોને લીધે સિરીઝના બાકીના મેચમાંથી બહાર થયા છે. ઇંગ્લેન્ડે ક્રિસ વોક્સ અને જોસ બટલરની શાનદાર ઇનિંગ્સથી જોરદાર વાપસી કરીને પ્રથમ ટેસ્ટ ત્રણ વિકેટે જીતી હતી. ઇંગ્લેન્ડ એન્ડ વેલ્સ ક્રિકેટ બોર્ડ (ECB)એ રવિવારે માહિતી આપી હતી કે, સ્ટાર ઓલરાઉન્ડર બેન સ્ટોકસ પારિવારિક કારણોસર પાકિસ્તાન સામેની બાકીની મેચ રમી શકશે નહીં. જો કે, ECBએ તેમના હટવાનું ચોક્કસ કારણ આપ્યું નથી.
-
We have named our squad for the second #raisethebat Test against Pakistan 👇
— England Cricket (@englandcricket) August 12, 2020 " class="align-text-top noRightClick twitterSection" data="
">We have named our squad for the second #raisethebat Test against Pakistan 👇
— England Cricket (@englandcricket) August 12, 2020We have named our squad for the second #raisethebat Test against Pakistan 👇
— England Cricket (@englandcricket) August 12, 2020
રોબિન્સન 57 મેચમાં 244 વિકેટ લઇ ચૂક્યા છે અને તે આ પહેલા પણ ઇંગ્લેન્ડની ટીમનો ભાગ બની ચુક્યા છે, પરંતુ તેમણે હજૂ સુધી ટેસ્ટ મેચમાં પ્રવેશ કર્યો નથી. ઇંગ્લેન્ડે પોતાની છેલ્લી હોમ ટેસ્ટ સિરીઝમાં વેસ્ટ ઇન્ડીઝને પણ હરાવી હતી, જેની સાથે કોરોના વાઇરસના કારણે બંધ કરવામાં આવેલી આંતરરાષ્ટ્રીય ક્રિકેટની વાપસી થઇ હતી.
ઇંગ્લેન્ડ અને પાકિસ્તાન વચ્ચે રમાઈ રહેલી 3 મેચની ટેસ્ટ સિરીઝની બીજી મેચ ગુરુવારે એજેસ બાઉલ પર શરૂ થશે, જ્યાં મહેમાન ટીમ સિરીઝ બરાબરી કરવા અને યજમા ટીમ સિરીઝ જીતવા મેદાનમાં ઉતરશે. ઇંગ્લેન્ડે માન્ચેસ્ટરના ઓલ્ડ ટ્રેફોર્ડમાં રમવામાં આવેલી પ્રથમ ટેસ્ટ મેચમાં 1-0થી લીડ મેળવી લીધી છે.
ઇંગ્લેન્ડની ટીમ:
જો રૂટ (કેપ્ટન), જેમ્સ એન્ડરસન, જોફ્રા આર્ચર, ડોમિનિક બેસ, સ્ટુઅર્ટ બ્રોડ, રોરી બર્ન્સ, જોસ બટલર, જેક ક્રોલી, સેમ કુરેન, ઓલી પોપ, ઓલી રોબિન્સન, ડોમ સિબલે, ક્રિસ વોક્સ અને માર્ક વુડ.