નવી દિલ્હી : કોરોના વાઇરસના કારણે દેશમાં લાગેલા લોકડાઉનના કારણે તમામ ખેલાડીઓને ઘરે રહેવા મજબૂર થવુ પડ્યુ છે. તેવામાં વર્ષ 2012માં ભારતને અંડર-19 વર્લ્ડ કપ જીતાડનારા કેપ્ટન ઉન્મુક્ત ચંદે જણાવ્યું કે તેઓએ કેવી રીતે ક્વોરેન્ટાઇન દિવસનો ઉપયોગ કર્યો છે.
ઉન્મુક્ત ચંદે જણાવ્યું કે, 'હું સવારે 5 કલાકે દિવસની શરૂઆત કરતો હતો અને મેડિટેશન કરું છુ, ત્યારબાદ યોગા અને કસરત કરૂં છુ. દિવસભર ઘરનું કામકાજ કરી અને પોતાને વ્યસ્ત રાખુ છું. સાંજે છત પર ક્રિકેટ અથવા બેડમિન્ટન રમી ફરી મેડિટેશન કરી રાત્રે 11 કલાકે દિવસનો અંત પુરો કરૂં છું.’