સાઉથેમ્પટન: ઈંગ્લેન્ડના પૂર્વ કેપ્ટન નાસિર હુસૈને કહ્યું કે, વેસ્ટ ઈન્ડિઝ વિરુદ્ધ પ્રથમ ટેસ્ટ મેચમાં હંગામી કેપ્ટન બેન સ્ટોક્સના નિર્ણય પર સવાલ ઉઠાવ્યા બાદ બેટિંગ ટીમ માટે માથાનો દુઃખાવો બની રહે છે. જર્મન બ્લૈકવુડની શાનદાર બેટિંગથી વેસ્ટ ઈન્ડિઝે 4 વિકેટથી શાનદાર જીત મેળવી ત્રણ મેચની સીરિઝમાં 1-0 બઢત મેળવી છે.
અનુભવી સ્ટુઅર્ડ બ્રૉડને ટીમમાં સામેલ ન કરવા પર પહેલા જ આ નિર્ણય પર સવાલ ઉઠાવા લાગ્યા હતાં. સ્ટોક્સે ટૉસ જીતી પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય લીધો હતો, તે ટીમ વિરુદ્ધ ગયો હતો. ઈંગ્લેન્ડને પ્રથમ ઇનિંગ્સમાં 204 રન પર સમેટાઈ ગઈ હતી.
52 વર્ષીય હુસૈને કહ્યું કે, બ્રૉડનો મુદ્દે કે ટૉસ જીતી બેટિંગના નિર્ણય પર ધ્યાન ન ભટકાવે. ઈંગ્લેન્ડની ટીમ પ્રથમ બેટિંગ કરી 204 રન પર આઉટ થઈ હતી. જે હવે માથાના દુઃખાવો બની હતી. બંને ટીમ માન્ચેસ્ટર રવાના થશે. જ્યાં ત્રણ મેચની સીરિઝનો બીજો મુકાબલો ગુરુવારે યોજાશે. હુસૈનનું માનવું છે કે, ઈંગ્લેન્ડને સીરિઝ જીતવા માટે દક્ષિણ આફ્રિકા વિરુદ્ધ કરેલી બેટિંગ પ્રદર્શનનું પુનરાવર્તન કરવું પડશે.